Friday, January 31News That Matters

વાપીમાં Jawed Habib hair & Beauty નું નવું નજરાણું, જાણીતા હેર ડ્રેસર બાલકૃષ્ણ અહિરેએ સલૂનને આપ્યો આધુનિક લુક…..!

વલસાડ જિલ્લાના વાપીમાં છેલ્લા 25 વર્ષથી સલૂન બિઝનેશક્ષેત્રમાં હેર ડ્રેસર તરીકે નામના મેળવનાર હેર ડ્રેસર બાલકૃષ્ણ અહીરેએ તેમની જાવેદ હબીબ હેર એન્ડ બ્યુટી (Jawed Habib hair & Beauty) સલૂનને આધુનિક લુક આપ્યો છે. 12 વર્ષ પહેલા શરૂ કરેલા આ સલૂનને Reopening કરવામાં આવ્યું છે.

આ અંગે જાવેદ હબીબ હેર એન્ડ બ્યુટી સલૂનના હેર ડ્રેસર Balkrishna Ahire એ જણાવ્યું હતું કે, આ સલૂનને આજે તેઓએ Renovate કરીને આધુનિક Look સાથે ફરી શરૂ કર્યું છે. જેમાં વલસાડ જિલ્લામાં ગ્રાહકોને જે સુવિધાઓ જોઈતી હતી. અને લોકોની જે ડિમાન્ડ હતી તે તમામ બ્રાન્ડની પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

સલૂનમાં આવતા ગ્રાહકો માટે વધુ સુવિધાજનક ફેસિલિટીઝ સાથે હેર કેર અને બ્યુટી કેરમાં અનેક મલ્ટીનેશનલ બ્રાન્ડની પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં કોઈ પણ પ્રકારનું નુકસાન ગ્રાહકોના શરીર પર થાય નહીં તેની વિશેષ કાળજી લેવામાં આવે છે.

12 વર્ષ બાદ રીઓપનિંગ કરેલા આ હેર એન્ડ બ્યુટી સલૂન ના ઉદઘાટન માટે બાલકૃષ્ણ અહીરેએ રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈને આમંત્રણ પાઠવ્યું હતું. જોકે નવસારીમાં ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા કરવા નવસારી જવાનું હોય નાણાપ્રધાન સલૂનના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહી શક્યા ન હતા. જેમનો સંદેશો લઈને વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ સતીશ પટેલ, એડવાઈઝરી બોર્ડના મેમ્બર મિલન દેસાઈ તેમજ VIA ના મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા. જેઓના હસ્તે આ સલૂન નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે VIA પ્રમુખ સતીશ પટેલ સહિત તમામે બાલકૃષ્ણ અહિરેને સલૂનના નવા લુક અને સુવિધાઓમાં વધારો કરવા બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આ નવું નજરાણું વાપીના લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જાવેદ હબીબના ચાહક ગ્રાહકોએ આ હેર એન્ડ બ્યુટી કેરની મુલાકાત અવશ્ય લેવા જેવી છે.

ઉલ્લેખનીય છે કે, હેર એન્ડ બ્યુટી કેર ક્ષેત્રે 25 વર્ષથી સંકળાયેલ બાલકૃષ્ણ અહિરે દ્વારા વાપીના GIDC વિસ્તારમાં સલૂન ખોલ્યા બાદ વાપીના ચલા વિસ્તારમાં અને સેલવાસમાં પણ પોતાના આઉટલેટ ખોલ્યા છે. પુરુષો અને મહિલાઓ માટેના આ સલૂનમાં ગ્રાહકોને તેમની સુંદરતા નિખારતો સંતોષ મળતો હોય દરેક વર્ગના લોકોમાં તેનો ભારે ક્રેઝ છે. જે હવે નવા લુક અને વધુ સુવિધાજનક બનતા તેની વધુ પ્રસિદ્ધિ થશે. આજના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રાહકો તેમજ વાપીના ગણમાન્ય અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *