Wednesday, January 15News That Matters

વલસાડ જિલ્લામાં વિવિધ વિસ્તારમાં ફસાયેલા લોકોને NDRF ની ટીમે ઉગાર્યા

વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ બાદ ઔરંગા નદીના પાણી આસપાસના નિચાણવાળા વિસ્તારમાં ઘુસી જતા NDRF ની ટીમ દ્વારા તેમને સહીસલામત બહાર કાઢી સુરક્ષિત સ્થાન સુધી પહોંચાડવાની કામગીરી હાથ ધરી છે.
NDRF ની આ કામગીરી અંતર્ગત 11મી જુલાઈ સોમવારે વડોદરાની 6ઠ્ઠી બટાલિયનની ટીમ દ્વારા
વલસાડ જિલ્લાના ધમડાચી ખાતે ઓપરેશન હાથ ધરી 3 પુરુષ એક માહિલા સહિત 4 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જે બાદ હનુમાન ભાગડા ખાતે 6 પુરુષ, 3 મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
જ્યારે બરૂડિયાવાડ વલસાડ ખાતે 4પુરુષો, 4 મહિલાને તેમજ 1 કૂતરાને બચાવવામાં અવ્યૂ હતું. ટીમ દ્વારા શહીદચોક ખાતે 9 પુરુષ, 3 મહિલા અને 4 બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતાં.
ભારે વરસાદમાં સોમવારે દિવસ દરમ્યાન 06 BN NDRFની ટીમ દ્વારા વિવિધ વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી કુલ 42 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જેમાં 9 પુરુષો, 15 મહિલાઓ અને 18 જેટલા બાળકોને પુરના પાણીમાંથી બહાર કાઢી સુરક્ષિત સ્થાન પર પહોંચાડ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *