Thursday, October 17News That Matters

નારગોલ ગામે જિલ્લા પોલીસવડાએ માછીમારો તેમજ આગેવાનો સાથે મુલાકાત કરી

સાગર સુરક્ષા કવચ અંતર્ગત વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલા સમગ્ર જિલ્લાના બંદરો/જેટીઓ ખાતે પહોંચી કાંઠા વિસ્તારના માછીમારો અને સ્થાનિકો સાથે મુલાકાત કરી રહ્યા છે. જેના ભાગરૂપે નારગોલ ગામે જિલ્લા પોલીસવડાએ માછીમારો તેમજ આગેવાનો સાથે મુલાકાત કરી હતી.

જિલ્લા પોલીસવડા એ તેમની ટીમ સાથે નારગોલ મરીન પોલીસ મથકની હદમાં આવતા નારગોલ ગામના નારગોલ બંદર ખાતે વિઝીટ કરી સ્થાનિક માછીમારો તેમજ ગામના આગેવાનો સાથે નારગોલ બંદર રાધેશ્યામ મંદિર પરિસરમાં બેઠક કરી હતી. જેમાં સ્થાનિક માછીમારો સહિત સ્થાનિક આગેવાનો, સરપંચ, માજીસરપંચો, પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં માછીમારોની હાજરી રહી હતી.

બેઠકના પ્રારંભમાં જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલાનું પુષ્પગુચ્છ સાથે સાલ ઓઢાડી નારગોલના સરપંચ સ્વીટી ભંડારીએ તેમજ પંચાયતના સભ્યોએ વિશેષ સ્વાગત કર્યું હતું. જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલાએ ઉપસ્થિત માછીમારો તેમજ ગ્રામજનોને બેઠકમાં મુખ્ય એજન્ડા મુજબના વિષયો ઉપર ચર્ચા કરી હતી.

ખાસ કરીને માછીમારોને દરિયાની અંદર કોઈપણ અજાણી શંકાસ્પદ હિલચાલ નજરે પડે એવા સંજોગોમાં તાત્કાલિક પોલીસને કરવી જેવી બાબત ઉપર ધ્યાન દોરાયું હતું. ઉપસ્થિત ગ્રામજનો દ્વારા પણ કેટલાક મુદ્દાઓ રજૂ કરાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *