વિધાનસભા ચૂંટણી 2022 ના હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ચૂંટણી આચારસંહિતા લાગે તે પહેલાં વિકાસના કામોના ખાતમુહરત લોકાર્પણ કરી વિકાસના કામોને વેગ આપવા ઉમરગામ ધારાસભ્ય રમણ પાટકરે તેમના મત વિસ્તારમાં પેન્ડિંગ વિકાસના કામોને પુરા કરી શકાય તેવા આશયથી વાપી સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી ચર્ચા કરી હતી.
વાપીના નગરપાલિકાનો ડુંગરા વિસ્તાર, ચણોદ ગ્રામ પંચાયત અને નોટિફાઇડ વિસ્તાર ઉમરગામ મત વિસ્તારમાં આવે છે. હાલ આગામી દિવસોમાં વિધાનસભા ચૂંટણી 2022ની જાહેરાત થઈ શકે છે. ચૂંટણી આચારસંહિતા લાગુ પડી શકે છે. જેને ધ્યાને રાખી આ વિસ્તારના ટલ્લે ચડેલા વિકાસના કામોની વહીવટી મંજૂરી મેળવવા તેમજ ગતિમાં રહેલા કામો કેટલા સમયમાં પુરા થશે તે અંગે ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરે વાપીમાં સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું.
સમીક્ષા બેઠક અંગે પાટકરે જણાવ્યું હતું કે, વાપીના ડુંગરા, નોટિફાઇડ એરિયા, ચણોદ ગ્રામ પંચાયત વિસ્તારના વિવિધ વિકાસના કામોને લઈ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં વાપી પાલિકા ચીફ ઓફિસર, નોટિફાઇડના અધિકારીઓ, ગ્રામ પંચાયત, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યો સાથે ચર્ચા કરી હતી.
બેઠકમાં વિકાસના જે કામોને વહીવટી મંજૂરી મળી છે. તેવા કામોનું 1 ઓક્ટોબરે ખાત મુહરત કરવાનો નિર્ણય લેવાયો હતો. જ્યારે જે વિકાસના કામોને વહીવટી મંજૂરી નથી મળી તેવા કાર્યો માટે અમલીકરણ અધિકારીઓ સાથે ચર્ચા કરી વહેલીતકે મંજૂરી મેળવી આગામી 10મી ઓક્ટોબરે ખાતમુહરત કરવાની સૂચના અપાઈ હતી.
પેન્ડિંગ કામોને જલ્દી પૂર્ણ કરવા સૂચન કરી…….
નોટિફાઇડ વિસ્તારના વિકાસના કામો અને પંચાયતના કેટલાક કામો છેલ્લા ઘણા સમયથી વહીવટી મંજૂરી નહિ મળતા ટલ્લે ચડેલા છે. કે કામની વહીવટી મંજૂરી મળે એ માટે નોટિફાઇડ અમલીકરણ અધિકારીઓ અને તાલુકા વિકાસ અધિકારી સાથે ચર્ચા કરી કામોની વહીવટી મંજૂરી મેળવી કામો પૂર્ણ કરવા બેઠકમાં ચર્ચા કરાઈ હતી.