દેશના કર માળખાને સદ્રુઢ કરવા તથા નાગરીકો દ્વારા કરવામાં આવતી માલ/સેવાની ખરીદી માટે તેઓને બિલ મેળવવા પ્રોત્સાહિત કરવા સારુ “મેરા બિલ મેરા અધિકાર” નામની યોજના રાજ્ય તથા કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે 1લી સપ્ટેમ્બર 2023થી લઇને 1 વર્ષ માટે લાગુ કરવામાાં આવી રહી છે.
આ યોજના ગુજરાત, આસામ, હરિયાણા રાજ્યો અને પોંડીચેરી, દીવ-દમણ તથા દાદરા અને નગર હવેલીના સંઘ રાજ્યોના ક્ષેત્રમાં લાગુ કરવામાાં આવશે. ગુજરાત ખાતે આ યોજનાનો પ્રારાંભ રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ પ્રધાન કનું દેસાઇ, તા. 01/09/2023ના રોજ સવારે 11:00 કલાકે વાપી ખાતેથી કરશે.
વાપીમાં વિશાલ માર્ટ, ફોર્ચ્યુન મેગા મૉલ ખાતે સ્ટેટ ટેક્સ ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકાર આયોજિત આ યોજના ગુજરાત સહિત 3 રાજ્ય અને 2 સંઘપ્રદેશમાં લાગુ કરવામાં આવી હોય યોજના હેઠળ તમામ માટે માસિક, ત્રિમાસિક બીલના ડ્રો કરી 10 હજારથી 1 કરોડ સુધીના પુરસ્કાર એનાયત કરવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા 30 કરોડની સંયુક્ત ધનરાશી ફાળવવામાં આવી છે.
આ યોજના હેઠળ GST અંતર્ગત વેરાપાત્ર માલ/સેવાની રૂ. 200/- કે તેથી વધુ રકમની ખરીદીના બિલો માન્ય ગણાશે. બિલની મહત્તમ રકમ નક્કી કરવામા આવેલ નથી. આ યોજનામા ભાગ લેનાર વ્યક્તિ દ્રારા વધુમાં વધુ એક મહિનામા 25 બિલ અપલોડ કરી શકાશે. તા. 01/09/2023 અને ત્યાર પછીના બિલોને જ માન્યતા આપવામાં આવશે તથા માસિક ડ્રો માટે જે તે માસના બિલોને તે પછીના માસની 5 તારીખ સુધી અપલોડ કરી શકાશે.
નાગરિકો “મેરા બિલ મેરા અધિકાર” નામની અપ્લીકેશન તથા ઓનલાઈન વેબ પોર્ટલ
https://uat.merabill.gst.gov.in મારફતે આ યોજનામાાં ભાગ લઇ શકશે. એપલ સ્ટોર અને ગગુલ પ્લેસ્ટોર ઉપરથી “મેરા બિલ મેરા અધિકાર” નામની અપ્લીકેશન સરળતાથી ડાઉનલોડ કરી રજીસ્ટ્રેશન કરી શકાશે.