Thursday, January 16News That Matters

વાપી સહિત સંઘપ્રદેશમાં ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન, 20 મિનિટમાં રસ્તા પર પાણી વહયું

વાપી સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં રવિવારે મેઘરાજાએ પધરામણી કરી છે. સવારે 11 વાગ્યે સતત 20 મિનિટ સુધી વરસાદી ઝાપટું વરસતા રસ્તાઓ ભીના થયા હતાં. જ્યારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા પ્રથમ વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું હતું.
રવિવારે વાપી પંથકમાં વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતાં. ઠંડક ભર્યા વાતાવરણ વચ્ચે 11 વાગ્યે મેઘરાજાએ પધરામણી કરી હતી. રસ્તાઓ ભીના થાય તેવો સતત 20 મિનિટ વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું હતું. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર કામકાજ માટે નીકળેલા રાહદારીઓ છત્રી લઈને વરસાદમાં ભીંજાતા બચવાના પ્રયાસો કરતા જોવા મળ્યા હતાં. વહનચાલકોએ પણ રસ્તા પર ભરાયેલ પાણી વચ્ચે ખાડાને તારવતા વાહનો ચલાવવાની નોબત આવી હતી.
સપ્તાહ બાદ અચાનક પલટેલા વાતાવરણ વચ્ચે મેઘરાજાને આવકારવા શહેરીજનો પ્રથમ સારા વરસાદમાં ભીંજાતા નજરે પડ્યા હતાં. ઠંડક ભર્યા વાતાવરણમાં લોકોએ ઠંડકનો એહસાસ કર્યો હતો. તો, આજ થી જાણે વિધિવત ચોમાસુ બેસયું હોવાનું ધારી લોકોએ છત્રી રેઇનકોટ ની ખરીદી કરવાનું મન બનાવ્યું હતું. ઉલ્લેખનીય છે વાપી સહિત સંઘપ્રદેશમાં સામાન્ય રીતે 10 જૂન બાદ વરસાદ વરસતો હોય છે. આ વર્ષે વિધિવત ચોમાસાની શરૂઆત એકાદ સપ્તાહ મોડી થઈ છે. જેને લઈને અસહ્ય ઉકળાટ માંથી છુટકારો મેળવવા લોકો મેઘરાજાની કાગડોળે રાહ જોતા હતાં. જે રવિવારે ફળીભૂત થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *