Friday, October 18News That Matters

સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ દ્વારા “વિશ્વ આદીવાસી દિવસ” નિમિતે મેગા ડોનેશન ડ્રાઇવ…!

શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ ખાતે “વિશ્વ આદીવાસી દિવસ” (09/08/2023) ના સંદર્ભમાં “મેગા ડોનેશન ડ્રાઇવ-2023” નું આયોજન કરવામાં આવ્યું હતું. કુદરતમાંથી મેળવવું અને એમાંથી કુદરતને આપવું એટલે આદિવાસીઓના મહત્વને અનુલક્ષીને આદિવાસી સમાજ માટે મેગા વિતરણ કેમ્પ યોજાયો હતો.

G 20 ની શેર્ડ ફ્યુચર: યુથ ઇન ડેમોક્રેસી, ગવરનન્સ એન્ડ હેલ્થ, વેલ બીઈંગ એન્ડ સ્પોર્ટ્સ એજેંડા ફોર યુથની પ્રવૃત્તિને અનુલક્ષીને તથા સેલ્યુટ તિરંગા ના સંકલનથી શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ ખાતે “વિશ્વ આદીવાસી દિવસ” (09/08/2023) ના સંદર્ભમાં “મેગા ડોનેશન ડ્રાઇવ-2023” નું આયોજન કરવામાં આવ્યું હતું.

આદિવાસી સમાજ ભારતીય સંસ્કૃતિનો અતુલ્ય હિસ્સો છે અને સમાજમાં અનેરું મહત્વ ધરાવે છે. આદિવાસીઓની કુદરત સાથે આસ્થા જોડાયેલી છે. આજનો દિવસ પર્યાવરણ સંરક્ષણ જેવા બહેતર વિશ્વ બનાવવા માટે વિશ્વભરના આદિવાસી સમુદાયોના મહત્વપૂર્ણ યોગદાન અને સિદ્ધિઓને સ્વીકારવાનો પણ છે. કુદરતમાંથી મેળવવું અને એમાંથી કુદરતને આપવું એટલે આદિવાસીઓના મહત્વને અનુલક્ષીને તારીખ: 09/08/2023 બુધવારના રોજ આદિવાસી સમાજ માટે મેગા વિતરણ કેમ્પ યોજાયો હતો.

જેમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, સલવાવની શાળાઓ તેમજ શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ ના સ્ટાફ અને વિદ્યાર્થીઓ તરફથી કપડાં, બેગ, ધાબળા, ફૂટવેર, સ્ટેશનરી પુરવઠો વગેરેનો ભવ્ય સંગ્રહ પૂરો પડ્યો હતો. આ મેગા ડોનેશનમાં બી. ફાર્મસી ના 20 જેટલા વિદ્યાર્થીઓએ પરોપકાર જેવા ઉમદા હેતુથી સ્વયંસેવકો તરીકે ભાગ લઇ દાનને અલગ-અલગ બોક્સમાં વિભાજિત કરી જરૂરિયાત મુજબના લેબલ લગાવ્યા હતા અને પીપરોળ ગામના અંતરિયાળ વિસ્તારના લોકો માટે તે સામગ્રીનું વિતરણ કર્યું હતું. તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ દાન અભિયાનને મોટી સફળતા અપાવી હતી.

G20 ની થીમ “વસુધૈવ કુટુમ્બકમ” (એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્ય) અંતર્ગત વિવિધ પ્રવૃત્તિનું આયોજન કરેલું છે. જેમાં રાજ્ય એ તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવા જુદી જુદી પ્રવૃતિઓ હાથ ધરી છે. જેનાથી વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહિત કરવાના ઉદેશથી સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજીના માર્ગદર્શન માં આ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમનો શુભારંભ સંસ્થાના પરમ પૂજ્ય રામ સ્વામીજી ના આશીર્વચનો સાથે કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે પરોપકારની ભાવના માટે હર હંમેશ તત્પર રહેવું જોઇએ આ સાથે મોટાપોંઢા ગાંધી આશ્રમના પરમ પૂજ્ય વિજ્ઞાન સ્વામીજી પણ વિદ્યાર્થીઓને જીવનમાં દાનના નિઃસ્વાર્થ કાર્ય વિશે જ્ઞાન આપ્યું હતું અને પરમ પૂજ્ય હરિકૃષ્ણ સ્વામીજીએ જરૂરિયાતમંદ લોકોને કપડાં અને જીવન જરૂરિયાત સામગ્રી દાનમાં આપવાનો ઉલ્લેખ કર્યો હતો.

આ કાર્યક્રમ કેમ્પસ એકેડેમિક ડીરેક્ટર ડો. શૈલેશ વી. લુહાર અને કોલેજના આચાર્ય ડૉ. સચિન બી. નારખેડેના માર્ગદર્શન હેઠળ તેમજ પ્રોફેસર ડો. કાંતિલાલ નારખેડે, અસોસિએટ પ્રોફેસર ડૉ. નેહા દેસાઈ, અસોસિએટ પ્રોફેસર નેહા વડગામા, જ્યોતિ પંડ્યા, સોનલ ઠાકોર અને ચંદ્રવદન પટેલ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે સંસ્થા દ્વારા આયોજિત આવા કાર્યક્રમ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તરફ દોરી જાય છે. જેથે તેમાં ભાગ લેનાર તમામે આવા ઉમદા હેતુઓ માટે તેમની સેવાઓ આપવાનું વચન આપ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ પીપરોળ ગામના રેહવાસી રમેશભાઈ પાટીલના સહયોગ થી સંપૂર્ણ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *