Friday, March 14News That Matters

માસ્ટર્સ મિસ્ટર ઇન્ડિયા અસફાક રાણા દ્વારા વાપીમાં પ્રથમ વખત યોજાશે મિસ્ટર વલસાડ બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશીપ

વલસાડ જિલ્લાના વાપીમાં VIA હોલ ખાતે 12મી માર્ચે સાંજે 5 વાગ્યે પ્રથમ મિસ્ટર વલસાડ બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. વાપીના હરક્યુલ્સ જિમ ના ઑનર અને માસ્ટર્સ મિસ્ટર ઇન્ડિયાનો ખિતાબ મેળવનાર અસફાક રાણાએ આ આયોજન કર્યું છે. આ ચેમ્પિયનશિપ માં મિસ્ટર વર્લ્ડ મુરલી કુમાર સેલિબ્રિટી ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેશે. જિલ્લાના 120 એથ્લેટીક્સ વચ્ચે આયોજિત આ ચેમ્પિયનશિપનું રાજ્યના નાણાપ્રધાન કનું દેસાઈ ઉદ્ઘાટન કરવાના છે.

આ અંગે અસફાક રાણાએ જણાવ્યું હતું કે, તે સ્પોર્ટ્સ ફેડરેશન વાપી વલસાડના જનરલ સેક્રેટરી પણ છે. એટલે વર્ષ 2007થી બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશિપ નું આયોજન કરવામાં આવે છે. જેમાં તેઓએ મિસ્ટર સાઉથ ગુજરાત, મિસ્ટર ગુજરાતની સ્પર્ધાઓનું આયોજન કર્યું છે. પરંતુ આ વખતે પ્રથમ વખત મિસ્ટર વલસાડ ચેમ્પિયનશિપ નું આયોજન કર્યું છે.

જેમાં વલસાડ જિલ્લા ઉપરાંત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણના વિવિધ જીમમાં પોતાનું શરીર-સૌષ્ઠવ બનાવનાર 120 જેટલા એથ્લેટીક્સ ભાગ લેશે. આ તમામ બોડી બોલ્ડર વચ્ચે સ્પર્ધા થશે. જેમાંથી પ્રથમ તબક્કામાં 5 શ્રેષ્ઠ બોડી બિલ્ડરની પસંદગી કરવામાં આવશે. જેમાંથી ફાઇનલ રાઉન્ડમાં 3ની પસંદગી કરાશે.

પસંદ કરાયેલ 3 પૈકી એકની નેશનલ લેવલે પ્રોત્સાહન કરવા પસંદગી કરવામાં આવશે. ચેમ્પિયનશિપ માં ભાગ લેનાર અને ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર સ્પર્ધક ને સ્ટેટ લેવલે અને નેશનલ લેવલે રમવાની તક પ્રાપ્ત થશે. આ સ્પર્ધામાં ભારતના જાણીતા મિસ્ટર વર્લ્ડ મુરલી કુમાર ખાસ ઉપસ્થિત રહેશે. જે જિલ્લાના એથ્લેટિક્સને ઉપયોગી માર્ગદર્શન આપી પોતાનું પ્રદર્શન કરશે.

અસફાક રાણાને વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લાના યુવાનો સ્વસ્થ તંદુરસ્ત બને, શારીરિક કસરત પ્રત્યે સભાન બને. ખાનપાન પર વ્યસન પર કંટ્રોલ કરી શકે. શરીરને નિરોગી રાખી દવાના ખર્ચથી બચે, આરોગ્ય અને વ્યસનમુક્તિની ઝુંબેશમાં સહભાગી થાય, માસ્ટર્સ ટ્રેનર બની ને, મોડેલિંગ કરીને કે જિમ ખોલી ને રોજગારી મેળવી શકે તેવા ઉદેશ્ય સાથે આ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. 12મી માર્ચે આયોજિત આ 1st મિસ્ટર વલસાડ બોડી બિલ્ડીંગ એન્ડ મેન્સ ફિઝિક ચેમ્પિયનશિપ 2022-23માં વિજેતા એથ્લેટિક્સને મેડલ, ટ્રોફી, કેશ પ્રાઈઝ એનાયત કરવામાં આવશે.

સ્પોર્ટ્સ ફેડરેશન વાપી વલસાડ દ્વારા આયોજિત ચેમ્પિયનશિપ માટે જિલ્લાના જાણીતા જિમ અને સપ્લીમેન્ટરી પ્રોવાઇડ કરતી સંસ્થાઓ ઉપરાંત VIA સંસ્થા સ્પોન્સર્સ તરીકે આગળ આવી છે. રાજ્યના નાણાપ્રધાન સાથે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના પ્રમુખ કમલેશ પટેલ, સેક્રેટરી સતીશ પટેલ તેમજ સામાજિક કાર્યકર જવાહર દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. જિલ્લાના યુવાનો માટે આ ચેમ્પિયનશિપ જોવા કોઈ જ પ્રકારના દર રાખવામાં આવ્યા નથી. જેમાં દરેક ને ઉપસ્થિત રહેવા અપીલ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *