Thursday, October 17News That Matters

વાપીમાં પરિણીતાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વાપી :-  વાપીમાં ચણોદ કોલોની વિસ્તારમાં રહેતી પરિણીતાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઇ છે. મૃતક પરિણીતાનો પરિવાર મૂળ કચ્છનો છે. અને વાપીમાં ચણોદના અલકનંદા બિલ્ડીંગમાં રહે છે. જ્યાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં પરિણીતાનો મૃતદેહ મળતા પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી મૃતદેહ પરિવારજનોને સોંપ્યો હતો. જ્યારે આ ઘટના અંગે પરિણીતા ના માવતર પક્ષ તરફથી હત્યાની શંકા આધારે વધુ તપાસ હાથ ધરવા ડુંગરા પોલીસમાં રજુઆત કરી છે.

વાપીમાં ગુરુવારે બપોરે 2 વાગ્યા આસપાસ અનિતા ભાવેશ ખાનીયા નામની પરિણીતાએ પોતાના ઘરે બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે ડુંગરા પોલીસ મથકમાં જાણ થતાં પોલીસે ઘટના સ્થળે જઈ પરિણીતાના મૃતદેહનું નિરીક્ષણ કરી વધુ તપાસ માટે મૃતદેહને વાપીના ચલા PHC ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહને પરિણીતાના પરિવારજનોને સોંપ્યો હતો.

જો કે મળતી વિગતો મુજબ ગળેફાંસો ખાઈ અગમ્ય કારણોસર મોતને વહાલું કરનાર અનિતા અને તેનો પરિવાર મૂળ કચ્છનો છે. અનિતાના લગ્ન ચારેક વર્ષ પહેલાં ભાવેશ ભાનુશાલી સાથે થયા હતાં. તેમને સંતાનમાં એક અઢી વર્ષનો પુત્ર છે. અનિતાએ આ પગલું કેમ ભર્યું તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે અનિતાના માતા-પિતા, ભાઈ અને મામાના પરિવારમાંથી વિગતો મળી હતી કે અનિતા આ રીતે ગળેફાંસો ખાઈ લે એ શક્ય નથી. તેમજ તેમનો મૃતદેહ જે બેડ પરથી મળ્યો હતો. તે બેડ અને પંખાની હાઈટ એટલી વધારે નહોતી કે તેમાં લટકી ને ગળેફાંસો ખાઈ શકાય જો કે હાલ આ મામલે તેમને જે શંકા છે તે શંકા અંગે પોલીસમાં રજુઆત કરી તપાસની માંગણી કરતી રજુઆત ડુંગરા પોલીસ મથકે કરી હોવાની વિગતો મળી હતી. જ્યારે આ મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટની પણ રાહ જોવાય રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *