Friday, October 18News That Matters

DNH માં આયોજિત જિલ્લા સ્તરીય ફૂટબોલ ટુર્નામેન્ટમાં મરાઠી શાળા ચિખલીપાડાની ટીમ વિજેતા 

દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ પટેલનાં સક્ષમ માર્ગદર્શન હેઠળ અને મુખ્ય કાર્યકારી અધિકારી જિલ્લા પંચાયત, દાદરા અને નગર હવેલીના નિર્દેશનથી દાદરા અને નગર હવેલીમાં રમતગમત અને યુવા બાબતોનો વિભાગ દ્વારા 14 વર્ષથી ઓછી વયની આંતર જિલ્લા સ્તરીય ફૂટબોલ ટુર્નામેન્ટનું  સફળતાથી આયોજિત કરવામાં આવ્યું હતું.

આ ટૂર્નામેન્ટમાં 10 જેટલી ટીમોએ ભાગ લીધી હતી. જેમાથી પ્રાથમિક મરાઠી શાળા ચિખલીપાડાની ટીમ વિજેતા તરીકે ઉભરી આવી હતી. આ ટીમે દમણ અને દીવ જિલ્લાને ફૂટબોલ રમતમાં હરાવી આંતર-જિલ્લા 14 વર્ષથી ઓછી વયની ફૂટબોલ ટુર્નામેન્ટમાં દાદરા અને નગર હવેલી જિલ્લાનું નામ રોશન કર્યું છે. 

દાદરા અને નગર હવેલીનું પ્રતિનિધિત્વ કરતી વિજેતા ટીમ સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં દિલ્હીમાં 14 વર્ષથી ઓછી વયની સુબ્રોતો મુખર્જી ટુર્નામેન્ટમાં ભાગ લેશે. સુબ્રતો મુખર્જી ટૂર્નામેન્ટ યુવા ખેલાડીઓ માટે જાણીતી અને પ્રતિષ્ઠિત ફૂટબોલ સ્પર્ધા છે અને યુવા એથ્લેટ્સ માટે તેમની કુશળતા દર્શાવવા અને ઉચ્ચ સ્તરે સ્પર્ધા કરવાની આ એક શ્રેષ્ઠ તક છે.

આવી ટૂર્નામેન્ટમાં ભાગ લેવાથી યુવા પ્રતિભાઓને તેમની ક્ષમતા પ્રદર્શિત કરવા માટે એક મંચ પૂરો પાડે છે. વિજેતા ટીમને સંઘ પ્રદેશ પ્રશાસન, જિલ્લા પંચાયત દ્વારા અભિનંદન અને દિલ્હીમાં આગામી સુબ્રતો મુખર્જી ટુર્નામેન્ટમાં સર્વ શ્રેષ્ઠ પ્રદર્શન કરે એવી સુભકામનાઓ પાઠવીએ છીએ.  

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *