વાપી :- વાપીમાં પ્રખર સમાજ સેવિકા અને પૂર્વ નગરસેવિકા સ્વ. મંજુ દાયમાની 15મી પૂણ્યતિ઼થી નિમિત્તે મેગા રક્તદાન શિબિર અને નેત્ર ચકાસણી કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમા 600 યુનિટ જેટલું રક્ત એક્ત્રીત કરવાનો લક્ષ્યાંક સેવવામાં આવ્યો હતો.
વાપીમાં રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 15 વર્ષથી મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આજે રાજસ્થાન ભવન ખાતે યોજાયેલા રક્તદાન અને નેત્ર ચકાસણી કેમ્પનાં મુખ્ય આયોજક એવા બી. કે. દાયમાએ જણાવ્યું હતું કે જીવનની સફરમાં અનેક પડાવ આવે છે. રાજસ્થાનના ગ્રામીણ વિસ્તારમાંથી વાપીમાં આવેલા સ્વ. મંજુ દાયમા સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. વર્ષોથી તેમની ઈચ્છા હતી રક્તદાન ક્ષેત્રે અને શિક્ષણ ક્ષેત્રે લોકોને જાગૃત કરવા. તેમના નિધન બાદ 15 વર્ષથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. શિક્ષણ ક્ષેત્રે સંસ્કાર વિદ્યાપીઠ નામની શાળા શરૂ કરવામાં આવી છે. આ અંગ્રેજી માધ્યમની શાળામાં 350 જેટલા બાળકો અભ્યાસ કરે છે. જેમાંથી મોટાભાગના એવા બાળકો છે જે પિતા વિહોણા છે જેઓ માટે શાળા દ્વારા ની શુલ્ક શિક્ષણ આપવામાં આવે છે. મહિલા સશક્તિકરણ હેઠળ પણ વિવિધ કાર્યો કરી, તેમના જીવનના અધૂરા કાર્યોને પૂર્ણ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.
તો રક્તદાન કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહેલા રાજસ્થાન ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ મુકેશ દાધિચે જણાવ્યું હતું કે, સ્વ. મંજુ દાયમાં ના પરિવારે આ વિરહના પ્રસંગને ઉત્સાહનો પ્રસંગ બનાવી સમાજ જીવનને નવી પ્રેરણા પુરી પાડી છે. સ્વ મંજુ દાયમાની સ્મૃતિમાં સતત 15 વર્ષ સુધી રક્તદાન શિબિરનું આયોજન કરવું એ અદભુત અને અલૌકિક કાર્ય છે. એ માટે રાજસ્થાન પ્રગતિ મંડળ ને શુભકામના આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રક્ત રક્તદાન જેવું પુણ્યરૂપી દાનનું કામ વાપીમાં થતું હોય, આવી સેવાકીય પ્રવૃત્તિઓમાં સહભાગી થવાથી નવી ઉર્જા મળતી હોવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સ્વ. મંજુ દાયમાં વાપી નગરપાલિકાના પૂર્વ નગરસેવિકા હતા. સમાજમાં લોકોને રક્તદાન પ્રત્યે અને શિક્ષણ પ્રત્યે જાગૃત કરવાની નેમ હતી. જેની યાદમાં દર વર્ષે તેની પૂણ્યતિથી નિમિત્તે આ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ 15મી પૂણ્યતિથી હતી. જેમાં દર વર્ષની જેમ 600 યુનિટ આસપાસ રક્ત એક્ત્ર કરવાનો લક્ષ્યાંક રખાયો છે. જે માટે વાપી, દમણ, પારડી, વલસાડ, સેલવાસના રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.
You ought to take part in a contest for one of the best websites on the net. I am going to highly recommend this website!