Friday, January 31News That Matters

લોકસભાના દંડક અને વલસાડ/ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને વલસાડ જિલ્લામાં વિવિધ ટ્રેનના નવા સ્ટોપેજ તેમજ જરૂરી માળખાકીય સુવિધાઓ અંગે કરી લેખીત રજૂઆત કરાઈ

લોકસભાના દંડક અને વલસાડ/ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને વલસાડ જિલ્લામાં વિવિધ ટ્રેનના નવા સ્ટોપેજ તેમજ જરૂરી માળખાકીય સુવિધાઓ અંગે કરી લેખીત રજૂઆત કરાઈ છે.

વલસાડ જિલ્લામાં વિવિધ રેલવે સ્ટેશનો ઉપર પેસેન્જરોના હિતમાં વિવિધ ટ્રેનોના સ્ટોપેજ અંગેની મળી રહેલી સતત રજૂઆતોના પગલે અને જિલ્લાના તમામ રેલવે સ્ટેશનો ઉપર જરૂરી સુવિધાઓની લોક  રજૂઆતોને પગલે લોકસભાના દંડક વલસાડ/ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને વલસાડ વંદે ભારત ટ્રેન, શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપેજ આપવા તેમજ બીજી અન્ય જરૂરી ટ્રેનો ના સ્ટોપેજ સંદર્ભે તેમજ માતા વૈષ્ણોદેવી કટરા માટે વલસાડથી નવી ટ્રેન શરૂ કરવા બાબત સહિત અનેકવિધ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે રૂબરૂ મળી વિસ્તાર પૂર્વક લેખિત રજૂઆત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *