સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના દૂધની ગામે 39 વર્ષથી તંત્રને અનેક રજૂઆતો કર્યા બાદ પણ સ્મશાન માટે નો 400 મીટરનો માર્ગ ડામર માર્ગ નહિ બનાવી આપતા આખરે ગામલોકોએ જાતે જ આવાગમન માટે કાચો માર્ગ તૈયાર કરી ઘરે ઘરે રોડ…… અને ગરીબો ની બેલી સરકાર… ના બણગાં ફૂંકતા તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો છે.
દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્તાર એવા દુધની ગામના ચોકીપાડા, દેવીપાડા, મેડસિંગી, જૈટી, ટોકરપાડા આ બધા ફળિયામા 5398 જેટલા લોકો વસવાટ કરે છે. ફળિયાના સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમા મરણ પ્રસંગે સ્મશાનમા જવા માટે ઘણી જ સમસ્યા છે. ઘણા વર્ષો વીતી ગયા 1983થી 2022સુધી હાલ 39વર્ષ પુરા થયા છતા પણ દૂધની ચોકીપાડામા આવેલ સ્મશાનનો રોડ જે ચારસો મીટર છે તે હજી સુધી બન્યો નથી.
આ વિસ્તારમા રહેતા લોકોને અવારનવાર તકલીફનો સામનો કરવો પડે છે તે બાબતને ધ્યાનમા લઈને ગ્રામજનોએ એકજુટ થઇ એમના ઘરોમા જે કોઈ સાધનો જેવા કે પાવડા, તગારા, કોદાળી વડે પથ્થર, માટી અને રેતી વગેરેથી ડામર રોડ તો નહિ પણ પગવટો કાચો રોડ તૈયાર કરવાનુ કાર્ય કર્યું છે.
આ માર્ગ બાબતે ગામના આગેવાનો, રાજકીય અગ્રણીઓ, પ્રસાશનના અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવામા આવી હતી પણ કોઈએ જ આ રસ્તાનો ઉકેલ ના લાવતા આખરે ના શાસન પાવર, ના પ્રસાશન પાવર, ફક્ત જનતા પાવર “જાત મેહનત જિંદાબાદ”ના સૂત્ર સાથે દૂધની ચોકીપાડા વિસ્તારના નાના બાળકો, યુવાઓ, મહિલાઓ, પુરુષો અને વડીલોએ પહેલ કરી એકજુટ થઇ પ્રેરણાદાયી અને સરાહનીય કાર્ય કર્યું છે. હવે આશા રાખીએ કે ગ્રામજનોની આ પહેલ જોઈ પ્રશાસન શરમના માર્યા પણ અહીં પાકો માર્ગ બનાવી આપે જો એ થશે તો જ સરકાર ગરીબોની બેલી ના સૂત્રો સાચા ઠરશે.
Erogizebi Ipoqboril zxk.gxbl.aurangatimes.com.cbo.kl http://slkjfdf.net/
Ufxeaf Utituni zwa.jzpw.aurangatimes.com.dzl.bs http://slkjfdf.net/