Friday, October 18News That Matters

દમણમાં 1.68 કરોડની લોન વસૂલવા ખાલપા પટેલના ઘરે બેન્ડવાજા સાથે પહોંચી લોન રિકવરી ટીમ

દમણની ધી દમણ એન્ડ દીવ સ્ટેટ કો-ઑપરેટિવ બેંક લિમિટેડ (The Daman and Diu state co-operative bank limited) દ્વારા ભીમપોર ગામના માજી BDO ખાલપાભાઇ ભવલાભાઈ પટેલના ઘરે બેંક લોન રિકવરીની ટીમ બેન્ડ વાજા સાથે પોહોંચી હતી.

દમણમાં કોઈ બેંક લોન ન ભરનારના ઘરે બેન્કના અધિકારીઓ વાજતે ગાજતે બેન્ડવાજા સાથે લોન રિકવરી કરવા પહોંચ્યા હોય તેવી ઘટના દમણના ભીમપોર માં બની છે. દમણની ધી દમણ અને દીવ રાજ્ય સહકારી બેન્કના બ્રાન્ચ મેનેજર અને લોન રિકવરી ટીમ અધિકારી ઈશ્વર પટેલના જણાવ્યા અનુસાર ધી દમણ અને દીવ રાજ્ય સહકારી બેન્કે માજી BDO ખાલપાભાઇ પટેલને વર્ષ 1996માં હોમેલોન પેટે 20 લાખ અને શિવમ પ્લાસ્ટિક નામક કંપનીના સ્ટાર્ટ અપ માટે 10 લાખ રૂપિયાની લોન આપી હતી,

લોન આપ્યાના 27 વર્ષ દરમ્યાન ખાલપાભાઈએ એક પણ હપ્તા નથી ભર્યા, જેથી બેંકની લોન પેટે નીકળતી રકમ અને 27 વર્ષના વ્યાજ પેટે નીકળતી એક કરોડ અડસઠ લાખ ત્રેવીસ હાજર ત્રણસો સિત્તેર (1,68,23,370) રૂપિયા રિકવર કરવા બેન્કની ટીમ બેન્ડ વાજા લઈને ખાલપાભાઇના ઘરે પહોંચી હતી,

આ અગાઉ લોન રિકવરી માટે બેંકે માજી BDO ખાલપાભાઇ પટેલનો અનેકવાર સંપર્ક કર્યો હતો, તથા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો, છતાં ખાલપાભાઇના પેટનું પાણી પણ ન હલતા, બેંક દ્વારા ખાલપાભાઇના નામના બેનરો બનાવી બેન્ડવાજા સાથે તેમના ઘરે આવાની નોબત આવી પડી હતી.


વધુમાં બેંક અધિકારી દ્વારા જણાવાયું હતું કે ભવિષ્યમાં ધી દમણ અને દીવ રાજ્ય સહકારી બેંક લિમિટેડમાંથી લોન લઈને હાથ ખંખેરી નાખનાર અન્ય ડિડ લોન ધારકોના ઘરે પણ બેન્ડવાજા સાથે લોન રિકવરીની કાર્યવાહી કરવામાં આવશે,

27 વર્ષો બાદ કુંભકર્ણની નિદ્રામાંથી અચાનક જાગેલી બેંક પોતાના લોન ધારકોના બાકી નીકળતા લેણાંમાંથી કેટલું લેણું વસુલશે, તે સમયે આપેલી બેંકલોનના હપ્તા ન ભરનાર સાથે તે સમયના બેંક અધિકારીઓની શુ મીલીભગત હતી તે અંગે પણ બેન્ક મેનેજમેન્ટ તપાસ હાથ ધરીને પગલાં ભરશે કે નહિ તે પણ હવે જોવાનું રહ્યું,

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *