Friday, October 18News That Matters

સરકાર અને પોલીસ તંત્રના આશીર્વાદથી ગુજરાતમાં દારૂબંધી નામની:- અશોક ચાવડા, BSP અધ્યક્ષ

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ઉપસ્થિત રહેલા બહુજન સમાજ પાર્ટી, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ લઠ્ઠાકાંડ મામલે ગુજરાત સરકાર અને પોલીસતંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ગુજરાતમાં રાત્રે 2 વાગ્યે કોઈને દૂધની જરૂર પડે તો તે નથી મળતું પણ દારૂ સહેલાઈથી મળી જાય છે. સરકાર અને પોલીસતંત્રનું હપ્તાવસૂલી નેટવર્ક અને છુપા આર્શીવાદથી જ ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની છે. એટલે લઠ્ઠાકાંડ જેવી ઘટનામાં શ્રમિકો તેના જીવ ખોઈ રહ્યા છે.
હાલમાં જ ગુજરાતના બોટાદ, ધંધુકા, બરવાળા ખાતે મિથેનોલ મિશ્રિત આલ્કોહોલ પીવાથી 58 જેટલા લોકોના મોત થયા છે. આ લઠ્ઠાકાંડ બાદ પોલીસ વિભાગ ગુજરાતના તમામ જિલ્લાના વિસ્તારોમાં દારૂની ભઠ્ઠીઓ પર તવાઈ બોલાવી રહી છે. નેતાઓ લઠ્ઠાકાંડના મામલે સમીક્ષા બેઠકો કરી રહ્યા છે. ત્યારે વલસાડના ધરમપુર ખાતે આવેલા બહુજન સમાજ પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ એડવોકેટ અશોક ચાવડાએ જણાવ્યું હતું કે, લઠ્ઠાકાંડનો ભોગ બનનાર પરિવારોની તેમણે મુલાકાત લીધી છે. જેમાં ભોગ બનનાર શ્રમજીવી પરિવારો છે. આ લઠ્ઠાકાંડ માટે ગુજરાત સરકારની અણઘડ નીતિ અને સરકારની હપ્તાવસૂલી સિસ્ટમ જવાબદાર છે.
એડવોકેટ અશોક ચાવડાએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં કયા કોન્સ્ટેબલ, PI, SP ને ખબર નથી કે તેમના વિસ્તારમાં ક્યાં દારૂ વેંચાય છે? ક્યાં કલેકટર, ધારાસભ્ય, મંત્રી, મુખ્યમંત્રી ને ખબર નથી કે, ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની છે. ગુજરાતમાં ગાંધીના નામે માત્ર દારૂબંધીની વાતો થાય છે. આવા લોકો એજ સામાન્ય બુટલેગરથી માંડીને ઉંચા દરજ્જાના બુટલેગર સાથે હપ્તાવસૂલી સિસ્ટમ ગોઠવી છે. આ ગોઠવાયેલ સાંકળ હેઠળ જ ગુજરાતમાં દારૂ વેંચાય છે.
અશોક ચાવડાએ વધુમાં ગુજરાતમાં ડ્રગ્સ બાબતે પણ સરકારની ઉદાસીનતા નજર આવી છે. મોદીના સમયથી ગુજરાતમાં દારૂ પરની હપ્તાવસૂલી વ્યવસ્થા ગોઠવાયેલ છે. વલસાડ જિલ્લો સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ તેમજ મહારાષ્ટ્રને અડીને આવેલો છે. અહીં તમામ બોર્ડર પરથી સરકાર અને પોલીસતંત્ર ના આશીર્વાદથી અંગ્રેજી દારૂની હેરાફેરી થાય છે. ગુજરાતના કોઈપણ જિલ્લામાં જાઓ અને રાત્રે દૂધની જરૂર પડે તો તે નહિ મળે પણ દારૂ સહેલાઈથી મળશે. અને આવા લઠ્ઠાકાંડ સરકારના બુટલેગરો પર રહેલા છુપ્પા આશીર્વાદથી થાય છે. તેવા આક્ષેપો કર્યા હતાં.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *