Friday, October 18News That Matters

મોઢેરા સૂર્યમંદિરની જેમ દ્વારકા પણ બનશે સોલાર સંચાલિત તીર્થધામ :- ઉર્જાપ્રધાન કનું દેસાઈ

ગુજરાતનું મોઢેરા જેમ સૂર્ય મંદિર તરીકે જગ વિખ્યાત છે. તેવી જ રીતે સૌર ઉર્જાથી સંચાલિત પ્રથમ તીર્થધામ તરીકેનું પણ બિરુદ મેળવ્યું છે. હવે આગામી દિવસોમાં દ્વારકા પણ સૌર ઊર્જાથી ઝળહળતું ગુજરાતનું બીજું તીર્થ ધામ બનવાનું છે. તેવું વાપી GIDC માં આવેલ સેન્ટર ઓફ એક્સીલન્સ (CoE )ખાતે રાજ્યના ઉર્જાપ્રધાન અને નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ 40 કિલોવોટની સોલાર પેનલ સિસ્ટમનું ઉદ્ઘાટન કરતી વેળાએ જણાવ્યું હતું.

 

 

નાણાં અને ઉર્જા પ્રધાન કનું દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં મોઢેરાને સોલારથી ચાલતું તીર્થધામ બનાવવામાં આવ્યું છે. જે બાદ દ્વારકા તીર્થધામ ને પણ સોલાર ઉર્જાથી ચાલતું તીર્થધામ બનાવવાની પહેલ ચાલી રહી છે. ગુજરાત સૌરઉર્જા ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. જો કે સોલાર પેનલમાં મળતી સબસીડી સૌરઉર્જાના સંગ્રહ માટેની બેટરીમાં નથી મળતી ત્યારે તે દિશામાં પ્રયાસ કરવામાં આવશે કે નહીં તેના જવાબમાં કનું દેસાઈએ જણાવ્યું હતું કે, આ અંગે પોલિસી આવી રહી છે જે ટુંક સમયમાં જાહેર થશે. તો, આજથી શરૂ થતું 2023નું વર્ષ તમામ માટે સારું, તંદુરસ્તી આપનારું પ્રગતિમય નીવડે તેવી શુભેચ્છા સાથે નવા વર્ષમાં બજેટની તૈયારી આરંભવામાં આવશે તેવું જણાવ્યું હતું.

 

 

વાપી GIDC માં વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના (VIA) Vapi Green Enviro Ltd. (VGEL) ના સેન્ટર ઓફ એક્સીલન્સ (Center of Excellence) (CoE) ડિવિઝન ખાતે રાજ્યના ઉર્જાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે 40 કિલોવોટની સોલાર પેનલ સિસ્ટમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, કલાઈમેન્ટ ચેન્જના અનુસંધાને વધુમાં વધુ રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ થાય તેવા વડાપ્રધાનના સ્વપ્નને દેશમાં સાકાર કરવામાં આવી રહ્યું છે. વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા પણ આ માટે ખાસ પહેલ કરવામાં આવી છે.

 

 

આ પ્રસંગે વાપી VIA ના પ્રમુખ કમલેશ પટેલ, સેક્રેટરી સતીશ પટેલ, VGEL ના યોગેશ કાબરીયા, મિલન દેસાઈ, એ. કે. શાહ, સુરેશ પટેલ, સિરિષ દેસાઈ સહિતના બોર્ડ મેમ્બરો, સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *