Friday, October 18News That Matters

વિધાનસભા સામાન્ય ચૂંટણી – 2022, વલસાડ જિલ્લામાં કુલ 69.40 ટકા મતદાન, સૌથી વધુ કપરાડામાં 79.57% અને ઉમરગામમાં સૌથી ઓછું 60.43%   

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અન્વયે વલસાડ જિલ્લામાં 5 વિધાનસભા બેઠક 178- ધરમપુર, 179- વલસાડ, 180- પારડી, 181- કપરાડા અને 182- ઉમરગામ પર જિલ્લામાં સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધીમાં 69.40 ટકા મતદાન થયું છે. સૌથી વધુ મતદાન કપરાડા બેઠક પર 79.57 ટકા જયારે સૌથી ઓછુ 60.43 ટકા મતદાન ઉમરગામ બેઠક પર નોંધાયું હતું.
જિલ્લામાં 178-ધરમપુરમાં 78.32 %, 179-વલસાડમાં 66.13 % અને 180-પારડીમાં 63.57 % મતદાન નોંધાયું હતું. જિલ્લામાં નોંધાયેલા 13,28,992 મતદારો પૈકી 9,22,349 મતદારોએ મતદાન કર્યું હતું. જિલ્લાના 6,84,010 પુરૂષ મતદારો માંથી 4,75,173  અને 6,44,967 મહિલા મતદારોમાંથી 4,47,168 મતદાતાઓએ મતદાન કર્યું હતું એટલે કે જિલ્લામાં 69.47 % પુરોષો અને 69.33 % મહિલાઓએ મતદાન કર્યું હતું.. જ્યારે 15 અન્ય મતદારો પૈકી 8 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
જિલ્લામાં ધરમપુરના હૈદરી મતદાન મથક ખાતે જિલ્લાનું સૌથી વધુ 94.71 ટકા અને ઉમરગામના બ્રાહમણ ફળિયા ઉમરગામ – 6 બૂથ ઉપર સૌથી ઓછું 13.45 ટ્કા મતદાન નોંધાયું. 178-ધરમપુર મત વિસ્તારમાં હૈદરી મતદાન મથક ઉપર સૌથી વધુ 94.71 ટકા અને સૌથી ઓછું ધરમપુર-13 બૂથ ઉપર 62.94 ટકા, 179-વલસાડ મતવિસ્તારામાં સરોન-2 બૂથ પર સૌથી વધુ 89.29 ટકા જ્યારે સૌથી ઓછું વલસાડ-4 બૂથ ઉપર 29.01 ટ્કા, 180-પારડી મતવિસ્તારમાં ડુંગરી-4 બૂથ ઉપર સૌથી વધુ 88.57 ટકા જ્યારે સૌથી ઓછું વાપી-6 બૂથ ઉપર 34.37 ટ્કા, 181-કપરાડા મતવિસ્તારમાં ભવનપાડા વારોલી તલાટ-3 બૂથ ઉપર સૌથી વધુ 93.38 ટકા જ્યારે સૌથી ઓછું ઉતારા ફળિયા લવાછા-3 બૂથ ઉપર 45.43 ટકા અને 182-ઉમરગામમાં સૌથી વધુ નિશાળ ફળિયા નાહુલી-2 બૂથ ખાતે 88.60 ટકા જ્યારે સૌથી ઓછું બ્રાહ્મણ ફળિયા ઉમરગામ-6 બૂથ ઉપર 13.45 ટકા મતદાન નોંધાયુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *