Sunday, December 22News That Matters

કોઈપણ વસ્તુ શીખો પણ તે પહેલા સંસ્કાર સારા હોવા જોઈએ, કોઈ કામ નાનું નથી, જે પણ કામ કરો તે પૂરેપૂરી નિષ્ઠા સાથે કરો: CM ભુપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ્દ હસ્તે શનિવારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાસિક બાયપાસ રોડ પર સ્વામિનારાયણ વિદ્યાપીઠ સંચાલિત પ્રમુખસ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરના નૂતન આદિજાતિ છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈની, વિધાનસભા ના નાયબ ઉપદંડક વિજભાઈ પટેલ, પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતભાઈ વસાવા,વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના અદયક્ષ હેમંતભાઈ કંસારા ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી


લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને સંબોધીને જણાવ્યું કે, વર્તમાન સમયમાં સારા સંસ્કારની ખૂબ જ જરૂર છે. સંસ્કારનો અભાવ હોય તો ગમે તેટલી સારી જિંદગી હોઈ તો તે બગડી શકે છે. વિદ્યાર્થીઓને શીખ આપતા વધુમાં જણાવ્યું કે, કોઈપણ વસ્તુ શીખો પણ તે પહેલા સંસ્કાર સારા હોવા જોઈએ. આજે અનુભવવા પડતો સંઘર્ષ એ ઉજ્જવળ ભાવિનો રાજમાર્ગ બનશે. અહીં આવ્યા બાદ સંસ્કાર સાથે શિક્ષણ મળશે જેનાથી જીવન સુંદર બનશે. રહી વાત નોકરીની તો અહીં આવ્યા બાદ તાલીમ મેળવશો તો નોકરી મળવાની જ છે


મુખ્યમંત્રીએ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે, આ સંકુલમાં શિક્ષણ અને સંસ્કારની સાથે હવેથી અહીં જ રહીને ભણી શકાય તે માટે 300 દીકરા અને 200 દીકરીઓને છાત્રાલયની સુવિધા પણ મળશે. આપણાં યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હર હાથ કો કામ, હર કામ કો સન્માનનો મંત્ર આપ્યો છે. કોઈ કામ નાનું નથી. જે પણ કામ કરો તે નિષ્ઠાથી કરો એમ જણાવી મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ જીવનની શુભેચ્છાઓ આપી હતી

મુખ્યમંત્રીએ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરના વિવિધ ટ્રેડની મુલાકાત પણ લીધી સાથે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. તિથલ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી વિવેકસ્વરૂપદાસજીએ પ્રાસંગીક ઉદ્દબોધન કર્યું હતું આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ઉષાબેન પટેલ, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીઓ શિલ્પેશભાઈ દેસાઈ, મહેન્દ્રભાઇ ચૌધરી, સાંસદ ડો.કે.સી.પટેલ, ધારાસભ્યો સર્વ અરવિંદભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, જીતુભાઇ ચૌધરી, રમણલાલ પાટકર ઉપસ્થિત રહ્યા હતા,

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *