Friday, October 18News That Matters

LCB પોલીસે ભીલાડથી રૂ. 21 લાખનો દારૂ ઝડપી પાડી ચાલકની કરી ધરપકડ: બે વોન્ટેડ

વલસાડ LCBએ ભીલાડ પાસે બાતમી આધારે એક ટાટા ટ્રકને અટકાવી તપાસ કરતા તેમાં કોસ્મેટિકના માલ સામાનની આડ ભરેલ વિદેશી દારૂની બાટલીઓ મળી આવી હતી. પોલીસે ટ્રક ચાલક કિસના રામ બાલારામ જાટની ધરપકડ કરી 21,99,600 રૂપિયા નો દારૂ, 10 લાખની ટાટા ટ્રક કુલ 32,04,600નો મુદ્દા માલ કબજે લીધો હતો. તેમજ માલ ભરી ટ્રક આપનાર આરોપી સુરેશ બિસ્નોઈને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્ર તરફથી મળતી માહિતી મુજબ પોલીસ અધિક્ષક વલસાડની સૂચના તથા LCB પોલીસ ઇન્સ્પેક્ટર વી. બી. બારડના માર્ગદર્શન અનુસાર પ્રોહી પ્રવૃત્તિને નેસ્ત નાબુદ કરવા માટે એલસીબી પોલીસ કર્મી યોગેશ કાંતિલાલ, ભુપેન્દ્રસિંહ જેમુભા જાદવ ખાનગી વાહનમાં ભીલાડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. ત્યારે ભીલાડ પાસે બાતમી મળી હતી કે,એક ટાટા ટ્રક નં.GJ-12-AT-6249 જે ગેરકાયદેસર  દારૂનો જથ્થો સેલવાસથી ભરી નીકળી નરોલીથી હાઇવે થઈ મહારાષ્ટ્ર તરફ આ ટ્રક જનાર છે.

જે બાતમીના આધારે ભીલાડ ને.હા-48 ફાટકની સામે સુરત થી મુંબઈ જતા ટ્રેક ઉપર ચેકિંગ હાથ ધરતા ઉપરોક્ત વર્ણન વાળો ટાટા ટ્રક આવતા તેને અટકાવવામાં આવ્યો હતો. ટ્રક ચાલકે ટ્રકમાં કટલરીનો કોસ્મેટિકનો માલ સામાન ભર્યા હોવાનું જણાવી ખોટી બીલટી આપી હતી. જે પોલીસ કર્મીએ વધુ તપાસ કરતા ટ્રકના અંદરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બાટલી નંગ 11,832 મળી આવી હતી.

ટ્રકમાં કટલરી ની આડમાં દારૂ મળી આવતા ટ્રક ચાલક કિસના રામ બાલારામ જાટની અટક કરી, દારૂની કિં.રૂ 21,99,600, ટાટા ટ્રક ની કિં.રૂ. 10,00000,અંગ ઝડપીમાં એક મોબાઇલ કિં.રૂ 5,000 મળી કુલ 32,4,600નો પ્રોહી સાથે મુદ્દા માલ કબજે લઈ ચાલકની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે માલ ભરી ટ્રક આપનાર આરોપી સુરેશ બિસ્નોઈ રહે સાંચોર રાજસ્થાન તથા ટ્રક મોકલનાર આરોપી ગેનારામ ગજારામ રહે, ભવાની નગર ગલપાદર,ગાંધીધામ કચ્છ મૂળ રહે ગામ દીનગઢ આલમસર,થાના-તાલુકા ચૌટણ, જી.બાડમેરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *