વાપીમાં હાઈવે નંબર 48 પર UPL બ્રીજ પાસેથી વલસાડ LCB ની ટીમે ચોરીના મુદ્દામાલ સાથે સુરત રહેતા અને મૂળ યુપી, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગરના 4 રીઢા ચોરને ચોરીના 7.30 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ઉમરગામના 2 ચોરીનાં ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે. જ્યારે આ ચોરીમાં સંડોવાયેલા વધુ 2 ચોરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે LCB એ વિગતો આપી હતી કે, LCB ની એક ટીમ મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા તથા બનેલા ગુનાઓને શોધી કાઢવા વાપી પંથકમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ASI રાકેશ રમણભાઈ અને મહેન્દ્ર ગુરુજીને સંયુક્ત બાતમી મળી હતી કે કેટલાક ચોર ઈસમો ચોરીના મુદ્દામાલ <span;>સાથે ઉમરગામથી નીકળી મુંબઈ સુરત હાઇવે નંબર 48 પર ટેમ્પોમાં પસાર થઈ રહ્યા છે. જેને લઇ LCB પોલીસે વાપી જીઆઇડીસી નેશનલ હાઇવે નંબર 48 પર UPL ઓવર બ્રિજ નજીક વોચ ગોઠવી હતી. જે દરમ્યાન ટેમ્પોમાં આવતા આરોપીઓને મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા હતાં.
પકડાયેલ ચારેય ચોરમાં<span;> ધના ઉર્ફે ધર્મેશ વનાભાઈ બોળીયા મૂળ સુરેન્દ્રનગરનો વતની છે. અને હાલ સુરતમાં રહે છે. નરેન ઉર્ફે નરીયો ભગવાન બોળીયા મૂળ ભાવનગરનો છે. અને સુરત રહે છે. વીરા દાના હૂણ મૂળ રાજકોટના ધોરાજીનો છે. અને હાલ સુરત રહે છે. જ્યારે સુભાષ પ્રહલાદ સરોજ મહારાષ્ટ્રના પાલઘરનો છે. અને તે મૂળ યુપી નો રહેવાસી છે. જ્યારે તેના અન્ય બે સાગરીતો એવા હુસેન અલી હુસૈન જૈફુલ્લા ખાન અને અક્ષય જયપ્રકાશ નાયકને વોન્ટેડ જાહેર કર્યા છે.
પકડાયેલ ચારેય રીઢા ચોર અને વોન્ટેડ બંને આરોપીએ એકબીજાના મેળાપીપણામાં 2 મહિના અગાઉના ઉંમરગામ જીઆઇડીસી માંથી આશરે 1 ટન લોખંડનો સ્કેપ ચોરી કર્યો હતો. જેના સપ્તાહ પહેલાં ઉમરગામ જીઆઇડીસી સ્ટેશન રોડ ઉપર આવેલ એક ઈલેક્ટ્રીકની દુકાનમાંથી વાયરના બંડલ ની ચોરી કરી હતી. જેનો ગુન્હો કબુલ્યો હતો. તેમજ 5 લાખનો ટેમ્પો, 2.10 લાખના 87 ઇલેક્ટ્રિક વાયરના બંડલ મળી કુલ 7.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, <span;>ચોરીના આ ગુનેગારોને ઝડપી પાડવામાં વલસાડ જિલ્લા LCB પીઆઇ વી બી બારડ, PSI કે. એમ. બેરીયા PSI તેમજ અન્ય કર્મચારીઓએ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનમાં મહત્વની સફળતા મેળવી છે.