Friday, January 31News That Matters

વાપીના ચણોદમાં ભાડાનું મકાન રાખી જુગારધામ ચલાવતા 7 જુગારીયાઓની LCB એ ધરપકડ કરી

વાપીના ડુંગરા વિસ્તારમાં આવેલ ચણોદગામમાં ભાડાનું મકાન રાખી તેમાં જુગારનો અડ્ડો ચલાવતા 7 જુગારીયાઓને ઝડપી પાડી વલસાડ LCB એ મહત્વની સફળતા મેળવી છે. LCB એ જુગારીયાઓ પાસેથી 1.46 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો મુજબ વલસાડ LCB ની ટીમને બાતમી મળી હતી કે, ચણોદ ગામમાં ગણેશનગર ચદ્રકાંત પાલની ચાલીમા પહેલા માળે રૂમ નં -05 માં  જુગાર ધામ ચાલે છે. જે બાતમી આધારે મકાનમાં રેઇડ કરતા સમાધાન અશોક પાટીલ, શામરામ હીરામણ તીરમલી, ભીમરાવ હીરામણ તીરમલી, સંદીપ શાંતારામ પાટીલ, વાસુદેવ બલીરામ ચૌધરી, વિનોદ ભાઈદાસ પાટીલ, રાજુ નારાયણ સીમ્પી નામના આરોપીઓને ઝડપી લઈ કુલ રોકડા 30,730 રૂપિયા, મોબાઇલ ફોન નંગ -06 કિ.રૂા. 25,500, મો.સા. નંગ -2 કિમત રૂ. 90,000 મળી કુલ્લ કિ.રૂ ! 1,46,230 નો મુદામાલ જપ્ત કર્યો હતો.
તમામ આરોપીઓ એકબીજાની મદદગારીમાં ભાડાના મકાનને જુગારના અડ્ડા તરીકે ઉપયોગ કરી જુગારધામ ચલાવતા હતા. પોલીસે તમામ વિરૂધ્ધ જુગારધારા કલમ 4, 5 મુજબ કાર્યવાહી હાથ ધરી આરોપી તથા મુદામાલનો કબજો ડુંગરા પો.સ્ટે.માં સુપ્રત કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *