Friday, January 31News That Matters

દરેક પ્રકારના વાહનોના એન્જીન ઓઇલ માટે Mister Dependable બની ચૂકેલા BPCL ના MAK Lubricants ની ડિલરશીપ શાખા S. P. Lube Oil (LLP)નો વાપી GIDCમાં પ્રારંભ

ભારતમાં તમામ પ્રકારના વાહનોના એન્જીન માટે પ્રીમિયમ સિન્થેટિક એન્જીન ઓઇલ બનાવતા ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન લિમિટેડે MAK લુબ્રિકેન્ટ્સ એન્જીન ઓઇલનું ભારતીય બજારમાં વેંચાણ શરૂ કર્યું છે. આ એન્જીન ઓઇલ અને ગ્રીસની વાપીમાં S. P. Lube Oil (LLP) પેઢીએ ડિલરશીપ લીધી છે. જેનું આજે Lube ના ED, RN અને HR હેડ સહિતના અધિકારીઓના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.

All Type of Automotive Oil તરીકે દેશભરમાં જાણીતા બનેલા premium Synthetic Engine Oil એવા Mak Lubricantsની ડિલરશીપ શાખાનો વાપીમાં શુભારંભ કરવામાં આવ્યો છે. વાપી GIDC માં 3rd phaseમાં સાવલા લેમીનેટ્સની સામે આવેલ પ્લોટ નંબર 1003/2, ખાતે S. P. Lube Oil (LLP) પેઢીની ઓફિસ ધરાવતા હેમાંગ શાહ, મિલીન તંબોલી અને જયમીન દેસાઈ દ્વારા આ શુભારંભ કરવામાં આવ્યો હતો.

જેનું BPCLના એક્ઝિક્યુટિવ ડિરેકટર (લ્યુબ) shubhankar sen, રિઝનલ મેનેજર (વેસ્ટ) કુમારનંદન સિંઘે BPCL ના HR હેડ, ટેરિટરી મેનેજર, સેલ્સ ઓફિસર અને ડિલરશીપ પેઢીના ભાગીદારોની ઉપસ્થિતિમાં રીબીન કાપી, કેક કટિંગ કરી પ્રારંભ કરાવ્યો હતો. જેઓએ આ પેઢીને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી હતી. તેમજ Mak Lube ની ગુણવત્તા અંગે તેમજ તેની વિશ્વસનીયતા અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતાં.

સોમવારે તારીખ 2જી ડિસેમ્બરના વાપીના 3rd ફેઈઝ ખાતે આવેલ S. P. લ્યુબ ઓઇલ LLP ખાતે શરૂ કરાયેલ આ શાખા ઉપરાંત BPCL લ્યુબના અધિકારીઓએ અને ચણોદ ખાતેના અશ્વિન ઓટોમોબાઇલ્સ MAK Serve ગેરેજ તેમજ ઉમરગામ ખાતે પ્રિન્સ ઓટો કેર MAK Serve ગેરેજ ખાતે પહોંચી આ એન્જીન ઓઈલનું વેંચાણ કરવા બદલ આભાર પ્રગટ કર્યો હતો. ચણોદ ખાતેના અશ્વિન ઓટોમોબાઇલ્સ MAK Serve ગેરેજ ખાતે પણ તમામનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

S. P. લ્યુબ ઓઇલ LLP પેઢીના ભાગોદારો દ્વારા  શરૂ કરાયેલ આ શાખા મારફતે સમગ્ર વલસાડ જિલ્લો અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં પણ Mak લ્યુબનું વેંચાણ કરવામાં આવશે. આ પ્રસંગે એસ. પી. લ્યુબ ઓઇલ (LLP)ના તમામ ડાયરેક્ટરોએ અને વિશેષ ઉપસ્થિત રહેલા પ્રકાશ તંબોલીએ BPCL લ્યુબના અધિકારીઓનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. તેમજ કંપનીની આ પ્રોડક્ટને વધુમાં વધુ વાહનચાલકો, માલિકો, ટ્રાન્સપોર્ટરો સુધી પહોંચાડી BPCL ને ટોચની કંપની બનાવવામાં સિંહફાળો આપશે તેવો કોલ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે BPCL નું MAK લુબ્રિકેન્ટ્સ એ ઓટોમોટીવ ઓઇલ બ્રાન્ડ છે. જે ટ્રક ટ્રાન્સપોર્ટરો માટે તેમજ અન્ય તમામ પ્રકારના વાહનો જેવા કે હેવી અને કોમર્શિયલ વાહનો, ફોર વ્હીલ અને ટૂ વ્હીલર વાહનોના એન્જીન માટે મહત્વનું અને પ્રથમ પસંદગીનું ઓઇલ બની રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *