Friday, October 18News That Matters

સુંદરતા માટે આધુનિક સલૂનમાં જતા શોખીનોની ડિમાન્ડ પુરી કરવા વાપીમાં લેકમે સલૂનનો શુભારંભ

દેશમાં સૌંદર્ય પ્રસાધન અને બ્યુટી કેર માટે જાણીતી લેકમે બ્રાન્ડના સલૂનનો વાપીમાં શુભારંભ થયો છે. વાપીમાં મહાત્મા ગાંધી સર્કલ પાસે આવેલ સોનોરસ બિલ્ડિંગમાં પહેલા માળે વાપીના મહાનુભાવોના હસ્તે લેકમે સલૂન નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
સોનોરસ બ્લીન્ડિંગમાં પ્રથમ માળે શરૂ કરાયેલ લેકમે સલૂન ની વાપીમાં સલૂનક્ષેત્રે કાર્યરત લાખન સેને ફ્રેન્ચાઇઝી લીધી છે. જેનું શનિવારે ઉદ્ઘાટન હતું. આ અત્યાધુનિક સલૂનનું વાપીના VIA પ્રમુખ કમલેશ પટેલ, જાણીતા ઉદ્યોગપતિ એલ. એન. ગર્ગ અને વાપીના જાણીતા ઉદ્યોગપતિઓના હસ્તે કરવામાં આવ્યું હતું. સલૂનની ખાસિયત અંગે લેકમે ની એરિયા બિઝનેસ મેંનેજર રિના કટિયારે જણાવ્યું હતું કે, લેકમે એ એક બ્રાન્ડ છે. જે દરેક વ્યક્તિની સુંદરતાને નિખાર આપે છે. ગુજરાતમા આ તેમની 9મી બ્રાન્ચ છે. જેમાં લેડીઝ જેન્ટ્સ સલૂન છે. આ સલૂનમાં પ્રોફેશનલ બ્યુટીશ્યન આરોગ્યની કાળજી સાથે સુંદરતાને નિખારશે. અને સરકારની તમામ SOP નું પાલન કરવામાં આવે છે.
તો, લેકમે સલૂનની ફ્રેન્ચાઇઝી લેનાર લાખન સેને જણાવ્યું હતું કે, વાપી, દમણ, સેલવાસમાં આધુનિક સલૂનમાં જઈ શરીરની કાળજી સાથે સુંદર દેખાવાના શોખીનો માટે આ સલૂનનો શુભારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં બરોડા થી મુંબઈ વચ્ચે આ એક માત્ર સલૂન છે. જેનો સુંદર દેખાવા ઇચ્છતા લેડીઝ જેન્ટ્સ લાભ લઇ શકશે. અમે ગ્રાહકોને સારી સર્વિસ આપવાના કોલ સાથે આ સલૂનનો પ્રારંભ કર્યો છે. જેમાં અમારી સાથે મોટો ગ્રાહક વર્ગ જોડાયેલ છે. લોકો સારી બ્રાન્ડને હંમેશા પસંદ કરે છે. એટલે આ સલૂન ને પણ આવકારશે.
ઉલ્લેખનીય છે કે, શાસ્ત્રોમાં પણ સોળ શણગાર નો મહિમા વર્ણવવામાં આવ્યો છે. લેકમે એ ટાટા ની બ્રાન્ડ છે. અને લક્ષ્મી માતાના નામ પરથી લેકમે નામ રાખવામાં આવ્યું છે. જે સૌંદર્ય પ્રસાધનો સાથે આ પ્રકારના આધુનિક સલૂનમાં પેડીકયોર, મેનિકયોર, ફેસિયલ, બ્રાઇડલ, હેરસ્પા, ગ્લેમ મેકઅપ સહિતની સેવાઓ પ્રદાન કરશે. આજના સલૂનના શુભારંભ પ્રસંગે વાપીના ઉદ્યોગપતિઓ, રાજકીય આગેવાનો સહિત સાજ શણગાર ના શોખીનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તમામે લાખન સેન ને શુભેચ્છા પાઠવી હતી.
આજના સલૂનના શુભારંભ પ્રસંગે વાપીના જાણીતા ઉદ્યોગપતિઓમાં એલ. એન. ગર્ગ, શરદ ઠાકર, મિલન દેસાઈ, VIA પ્રમુખ કામલેશ પટેલ, બી. કે. દાયમાં, રોહિત સોમપુરા, બીપીન વાણીયા, હેમંત પટેલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલ, ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ ભરત ઠક્કર સહિત રાજકીય આગેવાનો, સાજ શણગાર ના શોખીનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જે તમામે લાખન સેન ને શુભેચ્છા પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *