Tuesday, October 22News That Matters

સ્વ. એન. આર. અગ્રવાલની પુણ્યતિથિએ SIA માં મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતાઓએ કર્યું રક્તનું દાન

વલસાડ જિલ્લામાં સરીગામ GIDC અને વાપી GIDC માં કાર્યરત એન. આર. અગ્રવાલ ગ્રુપ ઓફ કંપનીઝ અને ગાયત્રી શક્તિ ગ્રુપ ઓફ કંપની દ્વારા સ્વ. એન. આર. અગ્રવાલજીની પુણ્યતિથિ નિમિતે સરીગામના SIA હોલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 421 રક્તદાતાઓએ રક્તનું દાન કર્યું હતું.

 

છેલ્લા 8 વર્ષથી સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ખાતે SIA ના સહયોગમાં સ્વ. એન. આર. અગ્રવાલની પુણ્યતિથિએ આ મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે તેમાં ઉત્સાહભેર રક્તદાતાઓ રક્તનું દાન કરે છે. આ વર્ષે પુરુષ રક્તદાતાઓ સાથે મહિલા રક્તદાતાઓએ પણ ઉત્સાહભેર રક્તનું દાન કર્યું હતું. આ પ્રસંગે સોશ્યલ વેલફર કમિટી ના બી. કે. દાયમાં એ જણાવ્યું હતું કે, રક્ત એ કોઈ ફેકટરીમાં ઉત્પન્ન થતું નથી. તે માનવના શરીરમાં બનતું હોય તેનું એક માનવે જ બીજા માનવના જીવનને બચાવવા આપવું પડે છે. આજના રક્તદાન શિબિરમાં ઉદ્યોગોના કર્મચારીઓએ અનેરો ઉત્સાહ બતાવ્યો છે.

 

 

રક્તદાન કેમ્પમાં ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર, સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ કમલેશ ભટ્ટ, સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સેક્રેટરી, સભ્યો અને પૂર્વ પ્રમુખ સિરીશ દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જે તમામે રક્તદાન કરવા આવેલા રક્તદાતાઓનું આભાર માની રક્તનું દાન કરવા બદલ પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે સિરીશ દેસાઈએ જણાવ્યું હતું કે, સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનમાં છેલ્લા આઠ વર્ષથી એન. આર. અગ્રવાલ ગ્રુપ ઓફ કંપની અને ગાયત્રી શક્તિ ગ્રુપ ઓફ કંપની દ્વારા રક્તની ઘટના નિવારવા આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જે ખૂબ જ સફળ રહેતું હોય છે.

 

આવનારા દિવસોમાં ઉમરગામ તાલુકા વિસ્તારમાં બ્લડ બેન્ક ની જરૂરિયાત હોય આજે જ ધારાસભ્ય રમણભાઈ પાટકરે આગામી દિવસોમાં ઉમરગામને બ્લડ બેન્ક મળશે તેવી ખાતરી આપી છે. જે માટે ચાર દાતાઓ તૈયાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ઉમરગામ તાલુકામાં અધ્યતન બ્લડ બેન્ક બને તે માટે ઉદ્યોગપતિઓનો પણ સંપૂર્ણ સહકાર છે અને બ્લડ બેન્ક માં જરૂરિયાત મુજબની તમામ મદદ કરશે.

 

SIA એ ખાતે આયોજિત મેગા રક્તદાન કેમ્પમાં SIA ના પ્રમુખ કમલેશ ભટ્ટે પણ રક્તદાન કરવા આવનાર રક્તદાતાઓ નો આભાર માની જણાવ્યું હતું કે, બ્લડ બેંકની સુવિધા ઉભી કરવા ઇન્ડસ્ટ્રી તરફથી સંપૂર્ણ સહકાર આપવામાં આવશે. રક્તદાન શિબિરમાં યુવતીઓ પણ રક્તનું દાન કરતી હોય આ પહેલને અવકારી હતી. મેગા રક્તદાન શિબિરમાં 421 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *