સરીગામ ખાતે આવેલ શ્રીમતિ, શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી વિદ્યાપીઠમાં તારીખ 18 થી 21 દરમ્યાન “sports development program for girls” નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમમાં સરીગામ સ્થિત લક્ષ્મી ઈન્ટરનેશનલ સ્કૂલ અને સુરત માં આવેલી ગજેરા ટ્રસ્ટ સંચાલિત વિવિધ શાળાઓની 92 વિદ્યાર્થીનીઓને વિવિધ રમતોની ઓસ્ટ્રેલિયન એથ્લેટ આયેશા બિલીમોરિયા કે જેઓ આંતરરાષ્ટ્રીય રમતમાં 4 ગોલ્ડ મેડાલીસ્ટ છે તેમના દ્વારા તાલીમ આપવામાં આવી હતી.એમનો મુખ્ય ધ્યેય ભારતની છોકરીઓને ફિટનેસ શિક્ષણની સાથે સશકત કરવાનો હતો. આ કાર્યક્રમના સમાપન સમારોહમાં ઓસ્ટ્રેલિયન કોનશ્યુલેટ જનરલ (ACG) ટીમ પણ હાજર રહ્યા હતા.
ટ્રસ્ટી કિંજલબેન ગજેરાના હસ્તે અતિથિ માજેલ હિંદ, રંજની માધવન, આલિયા એલારીશનું ઉત્સાહ પૂર્વક સન્માન કરવામાં આવ્યું અને તાલીમમાં ભાગ લેનાર વિદ્યાર્થીનીઓને પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. આ કાર્યક્રમને પ્રોત્સાહન અને આયોજન કરનાર શાળાના ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરા અને કુ.કિંજલબેન ગજેરાનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે.