સરીગામ ખાતે આવેલ શ્રીમતી,શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળામાં 22 ફેબ્રુઆરી 2024 ના રોજ આચાર્ય પ્રવીણ પવારના માર્ગદર્શન હેઠળ વિભિન્ન સ્પર્ધાઓમાં ભાગ લઈ વિજેતા થનાર વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
સરીગામ ખાતે આવેલ શ્રીમતી,શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળામાં આખા વર્ષ દરમ્યાન થયેલ રમતોત્સવ, હાઉસ પ્રમાણેની સ્પર્ધાઓ, ખેલમહાકુંભ, કલા-મહાકુંભ, હિંદી પખવાડિયું, કેન-કેન પરીક્ષા ,ગીતસ્પર્ધા, ડાન્સસ્પર્ધા,ભારતીય નાટ્યકલા સ્પર્ધા તેમજ વિશ્વ પશુ દિવસ,વિશ્વ સંસ્કૃત દિવસ, વિશ્વ અંગ્રેજી દિવસ, વિશ્વ સંગીત દિવસ, વિશ્વ હેરીટેજ દિવસોમાં લેવાયેલી વિભિન્ન સ્પર્ધાઓમાં ભાગ લઈ વિજેતા થનાર વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ઈનામ પ્રાપ્ત કર્યું તેવા વિજેતાઓને ઈનામ તેમજ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપવામાં એનાયત કર્યા હતા. જે વિદ્યાર્થીઓએ અન્ય સ્પર્ધાઓમાં ભાગ લીધો તેઓને પણ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમથી તમામ બાળકોને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું હતું.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે હાજર રહી ડૉ.મીના કુટે એ કાર્યક્રમની શોભા વધારી હતી. કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી પ્રાતઃ વંદના થી કરવામાં આવી અને સાથે સાથે બાળકો દ્વારા સુંદર કૃતિઓની પ્રસ્તુતિ પણ રજૂ કરવામાં આવી. ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરા અને કુ.કિંજલ ગજેરા તથા શાળાના આચાર્ય પ્રવીણભાઈ પવારે તમામ વિજેતાઓને તથા ભાગ લેનાર વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતાં.