Sunday, November 24News That Matters

કોપરલી ગામે પંચાયતની એક ને ખોળ બીજાને ગોળ ની નીતિ હેઠળ ગેરકાયદેસર દબાણ હટાવ ઝુંબેશ, ભોગ બનનારાઓ નાણામંત્રીને કરશે રજુઆત

વાપી તાલુકાના કોપરલી ગામે પંચાયત દ્વારા પોલીસ કાફલાની હાજરીમાં ગામ તળ ની જમીન પર વર્ષોથી રહેતા 150 જેટલા રહેવાસીઓ પૈકી માત્ર 3 જ લોકોના ઘર પર બુલડોઝર ચલાવી લાખોનું નુકસાન કર્યું હોવાનું અને આ કામગીરી માત્રને માત્ર પોતાની અંગત અદાવતમાં કરી હોવાના આક્ષેપ કર્યા છે.

તો, ગામમાં મહિલા સરપંચ હોવા છતાં તેમના પતિદેવ સમગ્ર પંચાયત ચલાવી આપખુદ શાહી કરતા હોવાના પણ આક્ષેપ ભોગ બનનાર પરિવારોએ કર્યા છે. મહિલા સરપંચના પતિદેવની આ તાનાશાહી સામે આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ એક કમિટી નિમિ તપાસ કરાવી જરૂરી પગલાં ભરી ન્યાય કરે તેવી માંગ ભોગ બનનાર પરિવારે કરી છે.

બુધવારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કોપરલી પંચાયત દ્વારા ગામતળમાં કરાયેલા દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્રણ મોટા દબાણો દુર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. જેના કારણે ભોગ બનનાર લોકોમાં આક્રોશ વ્યાપ્યો હતો. કોપરલી સુથાર ફળિયા ગામતળ રસ્તાનું દબણ સૌ પ્રથમ દુર કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પટેલ ફળિયા હનુમાન મંદિરથી સુથાર ફળિયા રસ્તા સુધીનું દબાણ જેસેબી મારફતે દુર કરવામાં આવ્યુ હતું. કુંભારવાડમાં ગેરકાયદે કેબિનનું દબાણ હટાવામાં આવ્યું હતું. દબાણ હટાવવાની કામગીરી સરપંચ ઉષાબેન દિનેશભાઇ હળપતિના પતિદેવ દિનેશ હળપતિ ની આગેવાનીમાં પંચાયતના સભ્યો તલાટી જોડાયા હતાં. જે સમયે મકાન માલિકોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.

પંચાયતની આ કામગીરી સામે આક્રોશ ઠાલવતા જીગર પ્રજાપતિ અને સુરેશ પટેલ નામના રહેવાસીઓએ જણાવ્યું હતું કે, આ કામગીરીમાં માત્ર ને માત્ર તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. ગામતલ ની આ જમીન પર છેલ્લા 45 વરસથી તેમના જેવા 150 પરિવારો વસવાટ કરે છે. જેમાંના કોઈનું ઘર નહિ તોડીને માત્ર 2 જ લોકોનું ઘર તોડ્યું છે. આ જમીન અંગે આ પહેલા કોર્ટ કેસ થઈ ચૂક્યા છે. જેમાં ચુકાદો તેમના તરફ આવ્યો છે. તેમ છતાં ગામના અન્ય વ્યક્તિના ઈશારે તેમના મકાન તોડી 3 લાખથી વધુ નુકસાન કરાવ્યું છે.

ગામમાં મહિલા સરપંચ હોવા છતાં તેમના પતિદેવ સમગ્ર પંચાયત ચલાવી આપખુદ શાહી ચલાવી છે. મહિલા સરપંચના પતિદેવની આ તાનાશાહી સામે આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ એક કમિટી નિમિ તપાસ કરાવી જરૂરી પગલાં ભરી ન્યાય કરે તેવી માંગ ભોગ બનનાર પરિવારે કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *