Friday, October 18News That Matters

કપરાડાના સુખાલા ગામની કરિશ્મા ડોક્ટર બની, ગામની PHCમાં જ મેડિકલ ઓફિસર તરીકે થઈ નિમણૂક

‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય’ અને ‘કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી’ આવી બાબતો નાનપણથી શાળામાં અને ઘરમાં શીખવાડવામાં આવે છે પરંતુ તેને ખરેખર ગંભીરતાથી લઈ જીવનમાં ઉતરવાનું કામ કેટલાક વીરલાઓ જ કરે છે. કપરાડા તાલુકાના સુખાલા ગામની ડૉ. કરિશ્મા એ સખત મહેનત કરી એમ.બી.બી.એસ. ડોક્ટર બની ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સેવા માટે નિમણૂક મેળવી છે.

‘‘જીવનમાં જેટલો કપરો સંઘર્ષ હશે, જીત પણ એટલી જ શાનદાર હશે” આ કહેવતને ખરા અર્થમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુખાલામાં રહેતા એક માતા-પિતા અને તેની દીકરીએ સાર્થક કરી બતાવી છે. માતા-પિતાનું એક સ્વપ્ન હતું કે, તેમની દિકરી ડોક્ટર બને અને દિકરી કરિશ્માએ ડોક્ટર બનીને પોતાના મા બાપનું સ્વપ્ન પૂરું કર્યુ છે.

હિતેશભાઈ છોટુભાઈ પટેલ અને જયાબેન પટેલની બે પુત્રી પૈકી સિધ્ધી કેનેડામાં મેડિકલમાં અભ્યાસ કરી RN ડિગ્રી પ્રાપ્ત કરી કેનેડામાં ગવર્મેન્ટમાં નોકરી કરે છે. જ્યારે બીજી દીકરી કરિશ્મા ભાસ્કર ધ્રુતી વિદ્યાલયમાં ધો.1 થી 10 અને સારસ્વત સ્કૂલ, રાતા, વાપીમાં 11 થી 12 અભ્યાસ કરી 2017 થી 2023માં ગુજરાત યુનિવર્સિટી મ્યુનિસિપલ મેડિકલ કોલેજ, એલ જી હોસ્પિટલ, મણિનગર, અમદાવાદમાં અભ્યાસ પૂર્ણ કરી ડોક્ટર બની છે.

દીકરો જેનીસકુમાર BDS ડેન્ટલમાં છેલ્લા વર્ષમાં બી.જે.મેડિકલ અને સિવિલ હોસ્પિટલ ગવર્મેન્ટ કોલેજ, અમદાવાદમાં અભ્યાસ કરે છે. આદિવાસી સમાજની દીકરી ડોક્ટર બની માતાપિતાનું અને પોતાનું સપનુ તો સાકાર કર્યુ જ સાથે સમસ્ત આદિવાસી અને ધોડિયા સમાજનું નામ પણ ગૌરવભેર રોશન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *