કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે પેટ્રોલ ઉપર ટેક્ષ ઘટાડતા દિવાળી પૂર્વે પેટ્રોલના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. ત્યારે વલસાડ જિલ્લામાં આયોજીત સ્નેહમિલન કાર્યક્રમમાં રાજ્યના નાણાં મંત્રીએ કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યો હતો.
જિલ્લાના કપરાડા ખાતે કેબીનેટ મંત્રી જીતુ ચૌધરીનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં રાજ્યના નાણાં તથા પેટ્રોકેમિકલ મંત્રી કનુ દેસાઈએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ દ્વારા દેશની જનતાને ખોટા માર્ગે દોરવાનું કામ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં હતા.
રાજ્યના મંત્રીએ સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો. મંત્રીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે વિરોધ પ્રદર્શનો કરતી કોંગ્રેસ અને કોંગ્રેસ શાસિત રાજ્યો પર આક્ષેપો કર્યા હતા. કે, કોંગ્રેસ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે માત્ર રાજકીય રમત રમી રહી હતી. જોકે, દેશની ભાજપ શાસિત કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પેટ્રોલ-ડીઝલમાં વેટમાં ઘટાડો કરી અને લોકોને નવા વર્ષને દિવાળીની ભેટ ધરી છે, પરંતુ હજુ પણ કોંગ્રેસ શાસિત રાજ્ય સરકારોએ ભાવમાં ઘટાડો નથી કર્યો. આથી કોંગ્રેસ આ મુદ્દે માત્ર રાજકારણ રમતી હોવાનો આક્ષેપ કર્યા હતા.