Friday, October 18News That Matters

વાપીમાં Malabar Gold & Diamond શૉ-રૂમ ખાતે ‘Brides of India’ થીમ હેઠળ યોજાયું જવેલરી પ્રદર્શન

અવનવી આધુનિક ડિઝાઇનના આભૂષણોના શોખીનો માટે વાપીમાં રવિવારનો દિવસ કઇંક નોખો-અનોખો હતો. રવિવારે વાપીમાં પોતાનો શો-રૂમ ધરાવતા મલબાર ગોલ્ડ અને ડાયમંડ શૉ-રૂમ ખાતે ‘બ્રાઇડ્સ ઓફ ઇન્ડિયા’ થીમ હેઠળ જવેલરી પ્રદર્શન યોજાયું હતું. જેમાં ભારતના વિવિધ રાજ્યોમાં લગ્નપ્રસંગમાં પહેરવામાં આવતા લેટેસ્ટ ડિઝાઇનના આભૂષણોને 30 જેટલી મહિલાઓએ ગ્રાહકો સામે પ્રદર્શિત કરી હતી.

વાપીમાં હાલમાં જ શરૂ થયેલા દેશના જાણીતા Malbar Gold & Diamond શૉ રૂમ ખાતે કંપની દ્વારા બનાવવામાં આવેલ લેટેસ્ટ ડિઝાઇનના સોના-ચાંદી, ડાયમંડ, પ્લેટીનમના ઘરેણાઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ અંગે વાપીના Malabar શૉ-રૂમના મેનેજર સુનિલ લીંબાચીયાએ જણાવ્યું હતું કે, વાપીમાં આ કંપનીનો નવો શૉ-રૂમ છે. મલબાર દર વર્ષે દરેક શૉ રૂમ ખાતે વિશેષ થીમ પર આ પ્રકારની ઇવેન્ટનું આયોજન કરે છે. આ વર્ષે કંપનીએ દુલહન માટેના લેટેસ્ટ ડિઝાઇનના આભૂષણોના પ્રદર્શન માટે Brides of India ની વોલ્યુમ 10 થીમ પસંદ કરી છે.

300થી વધુ શૉ રૂમ ધરાવતા મલબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડના વાપી શૉ-રૂમ ખાતે બ્રાઇડ્સ ઓફ ઇન્ડિયાના વોલ્યુમ 10 અંતર્ગત આકર્ષક ડિઝાઈનની જવેલરી શૉ-કેસ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપીના આ શૉ રૂમમાં આયોજિત Brides of india થીમ હેઠળની ઇવેન્ટમા મહિલા ગ્રાહકોએ સ્વેચ્છાએ ભાગ લીધો હતો. 30 જેટલી મહિલાઓએ સાજ-શણગાર સાથે મલબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ કંપનીની આધુનિક તેમજ પ્રાચીન કોમ્બિનેશનમાં તૈયાર કરેલા ઘરેણાં પહેરી કેટ વોકિંગ કરી પ્રદર્શિત કર્યા હતાં.

ભાગ લેનાર મહિલાઓએ દુલહનની જેમ સજીધજીને ગાળામાં સોનાના, ડાયમંડના, પ્લેટીનમના હાર પહેરીને, હાથમાં કંગન સહિતના આભૂષણો પહેરીને તો પગમાં અનોખી ડિઝાઇનની પાયલ પહેરીને કંપનીની નવી ડિઝાઇનના આભૂષણોનું પ્રદર્શન કર્યું હતું. જેને જોવા આવેલા વાપીવાસીઓના મન આધુનિક ડિઝાઇને મોહી લીધા હતાં.

 

Malabar કંપનીનું પોતાનું જવેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. જેમાં દર વર્ષે ભારતના વિવિધ રાજ્યોની મહિલાઓની પસંદગી અને ધાર્મિક પરંપરાઓને ધ્યાનમાં રાખી વિશેષ આભૂષણો તૈયાર કરે છે. ગુજરાતી મહિલાઓ જેમ સોનાના હારને વધુ પસંદ કરે છે. તેમજ મરાઠી મહિલાઓ કે દક્ષિણ ભારતની મહિલાઓ પણ સોના, ચાંદી, ડાયમન્ડ અને પ્લેટિનમ ની જવેલરી પસંદ કરતી હોય છે. જે પસંદને અનુરૂપ કંપની આભૂષણો તૈયાર કરે છે.

ઉલ્લેખનીય છે કે આ તમામ આભૂષણોનું વર્ષે એકવાર વિવિધ થીમ હેઠળ પ્રદર્શન યોજે છે. આ વર્ષે Brides of india થીમ હેઠળ દુલહન ના આભૂષણોનું પ્રદર્શન વાપીના શો રૂમ ખાતે યોજાયું હતું. જેના પ્રદર્શન બાદ કેક કટિંગ કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં વાપી, વલસાડ તેમજ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં રહેતા આભૂષણોના શોખીનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *