વાપીના સ્લમ એરિયા ગણાતા ગીતાનગરમાં કેટલાક સમયથી સ્થાનિક કાઉન્સિલરની છત્રછાયા હેઠળ ચાલતા ઘણાં કુટણખાના પર સ્થાનિકોએ રેડ કરી એક પુરુષ 3 મહિલાઓને ઝડપી હોબાળો મચાવ્યો હતો. જો કે જનતાની રેડ દરમ્યાન કૂટણખાના ની સંચાલિકાએ સ્થાનિક કાઉન્સિલર ને ફોન કરતા જનતાએ પોલીસને હતી. પોલીસે 3 રૂમમાંથી 3 મહિલા અને એક દલાલની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જનતા રેડમાં સંચાલિકા ફરાર થઈ ગઈ હતી.
ઘટના અંગે મળતી વિગતો મુજબ વાપી ગીતાનગર સ્થિત રામધારી ચક્કી નજીક રૂપલ પાન સેન્ટરની સામે ગેરકાયદે રીતે બનાવેલ ત્રણ માળની ચાલીમાં બનાવેલ ત્રણ રૂમમાં ગેરકાયદે કુંટણખાના ચાલી રહ્યું હોવાની વિગતો સ્થાનિકોને મળી હતી. આ વિસ્તારમાં અવારનવાર લોકો નશામાં પસાર થતા હતાં. આ નશેડીઓ ત્યાં રહેતી મહિલાઓ સામે ગંદી નજરે જોતા હોય રવિવારે તપાસ કરતા ચાલીની અંદર બનાવેલ ત્રણ રૂમમાંથી 4 મહિલાઓ મળી આવી હતી.
સ્થાનિકોએ તે બાદ એકઠા થઇ મહિલાની રૂમ ઉપર હલ્લાબોલ કરી તમામને બહાર નીકળવા કહેતા હાજર એક મહિલાએ સ્થાનિક પાલિકા કાઉન્સીલરને ફોન કરી લોકોને ધમકાવવાની કોશિશ કરી હતી. મહિલા બેફામ ગાળો બોલતી હોય ઉશ્કેરાયેલ સ્થાનિકોએ ટાઉન પોલીસને જાણ કરી હતી. પોલીસની બે ટીમ સ્થળ ઉપર આવી રૂમમાં ચકાસણી કરી હતી. પોલીસ તપાસમાં રૂમમાંથી ગ્રાહકોનું લિસ્ટ અને ત્રણ મહિલા તેમજ એક પુરૂષ મળી આવતા પોલીસે ચારેયને પોલીસ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશને લઇ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનામાં બબાલ કરતી મહિલાને પોલીસ આવતી હોવાની જાણ થતા તે સ્થળ ઉપરથી ફરાર થઇ ગઇ હતી.
સ્થાનિક કાઉન્સીલરને ફરિયાદ કરી હતી………
સ્થાનિકોનું કહેવું છે કે, છેલ્લા 6 માસથી આ બિલ્ડીંગમાં કુટણખાનું ચાલતું હતું. આ અંગે સ્થાનિક કાઉન્સીલરને ફરિયાદ કરી હતી. તેમ છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ગેરકાયદે રીતે ત્રણ માળ બાંધી બિલ્ડીંગમાં કુટણખાનું ચલાવનારાઓને આ પ્રવૃત્તિ બંધ કરવાનું કહેતા તે સ્થાનિક લોકો સાથે દાદાગીરી કરતો હતો.
મહિલાએ સ્થાનિકોને ફોન પર કાઉન્સીલર સાથે વાત કરાવી…..
કુટણખાનું બંધ કરાવવા સ્થાનિકો પહોંચ્યા ત્યારે રૂમમાં હાજર મહિલાએ ફોન પર કાઉન્સીલર સાથે વાત કરાવી હતી. જેણે બહાર હોવાનું જણાવી આવી ને વાત કરીશું તેવું જણાવ્યું હતું. જે બાદ પોલીસને આ અંગે જાણ કરતા તેમની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી.
સ્થાનિક લોકોએ માંગ કરી હતી કે તેમના ઘરની બાજુમાં આવેલી ચાલીમાં ચાલતા દેહ વેપારના ધંધાને કારણે આવતા ગ્રાહકો માટે સંચાલકો દ્વારા દારૂની વ્યવસ્થા પણ કરાવી આપવામાં આવતી હતી. નશામાં ધૂત નશેડીઓ રસ્તા પરથી પસાર થતી વખતે મા-બેનને ગંદી નજરે જોતા હતાં. આ ધંધો અહીંથી કાયમી બંધ કરી અસામાજીક પ્રવૃત્તિ અટકે એવી તેવી રજુઆત કરી હતી.