વાપી GIDCમાં કાર્યરત જય ફાઈનકેમ પ્રા.લિ. ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જય ફાઈનકેમ પ્રા.લિ. ના પ્રણેતા સ્વ. કાનજી સુંદરજી દામાં (બાપુજી)ની ત્રીજી પુણ્યતિથિએ આયોજિત આ રક્તદાન કેમ્પમાં 61 યુનિટ રક્ત એકત્ર કરાયું હતું. આ રક્તદાન કેમ્પ માટે રોટરી ક્લબ વાપી, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડનો સહયોગ મળ્યો હતો.
વાપી GIDC માં આવેલ જય ફાઈનકેમ પ્રા.લિ. ના પ્રણેતા સ્વ. કાનજી સુંદરજી દામાં (બાપુજી)ની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં અતિથી વિશેષ તરીકે VIA પ્રમુખ સતીશ પટેલ, VIA ઓનરરી સેકેટરી કલ્પેશ વોરા, રોટરી ક્લબ વાપીના સેકેટરી અભય ભટ્ટ, વાપી નોટિફાઇડ એરિયા ઓથોરીટીના ચેરમેન હેમંત પટેલ, બ્લડ મોબઈલ વેનના ચેરમેન કેતન પટેલ, રોટેરિયન મોહિત રાજાની, વીરેન્દ્ર પટેલ, હાર્દિક શાહ, રાકેશ કાછડિયા, રોટરી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ભરત પટેલ, સહિત જય ફાઈનકેમ પ્રા.લિ. ના યોગેશભાઈ, પ્રકાશભાઈ, હંસરાજભાઈ, અશોકભાઈ, ઉમેશ પોલ, પ્રવીણભાઈ, અવધેશ સિહ, સંજય યાદવ અને વિશાલ કહર સહિત કર્મચારીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને શુભારંભ કરવામાં આવ્યો હતો.
જય ફાઇનકેમ પરિસરમાં મોબાઈલ વેનમાં કંપનીના કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. જે તમામ રક્તદાતાઓને મહાનુભાવોના હસ્તે સ્મૃતિચિન્હ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે કંપનીના પ્રકાશ ભદ્રાએ જણાવ્યું હતું કે, સ્વ. કાનજી સુંદર દામાંને બધા અદાજી બાપુજીના નામે ઓળખે છે. તે અમારા માર્ગદર્શક અને ફાઉન્ડર હતાં. 11મી માર્ચ 2024ના સોમવારે એમની તૃતીય પુણ્યતિથિ હતી. જે નિમિત્તે તૃતીય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારી કંપની ઘણા બધા સામાજિક કાર્યો સાથે જોડાયેલી છે, ઘણા બધા દાતાઓ રક્તદાન કરે છે.
કંપનીના ડાયરેકટર યોગેશભાઈએ કહ્યુ હતું કે રક્તનું દાન અન્ય દાન કરતા વધુ મહત્વનું દાન છે. આ રક્તદાન કેમ્પમાં સુપર હીરો જે બ્લડ ડોનર છે તેઓના થકી કુલ 61 યુનિટ રક્ત એકત્ર થયું હતું. જીવન રક્ષક બનેલા આ રક્ત દાતાઓના રક્તદાન કેમ્પ માટે રોટરી ક્લબ વાપી, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડનો પણ સહયોગ મળ્યો હતો.
કંપનીમાં અને અન્ય દુરદરાજના ગ્રામ્ય વિસ્તારોમાં, શહેરની વિવિધ સોસાયટીઓમાં જઈને સ્થળ પરથી જ રક્તદાતાઓ પાસેથી રક્તનું દાન મેળવી શકે તેવા ઉદ્દેશ્યથી રોટરી ક્લબ વાપી દ્વારા વિશેષ સગવડો સાથેની મોબાઈલ વેન તૈયાર કરાઈ છે. આ વેનમાં જ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. સામાજિક ઉત્તરદાયિત્વના સંદેશ સાથે ફરતી આ બ્લડ ડોનર મોબાઈલ વેન દ્વારા નાના મોટા કેમ્પો વાપીમાં થતા રહે એવી પ્રેરણા આ બ્લડ ડોનેશન થકી પુરી પડાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, હાલમાં ઉજવાયેલા નેશનલ સેફટી વિક અંગે ઉદ્યોગકારોમાં જાગૃતિ આવી છે. દરેક એકમના સેફટી, એન્વાયરમેન્ટ અને હેલ્થ મુખ્ય ત્રણ અવિભાજ્ય અંગ છે. જે સાથે આરોગ્યની કાળજી લેવાય, સારું સ્વાસ્થ્ય કેળવી શકે, રક્તની ઘટ નિવારી શકાય તે માટે રક્તનું દાન કરી અન્ય જરૂરિયાતમંદ દર્દીને લોહી પૂરું પાડી મદદરૂપ થવું એ પણ અત્યંત આવશ્યક છે.
Good way of telling, and good post to take facts on the topic of my presentation subject matter, which i am
going to convey in university.