વાપી ટાઉન પોલીસ મથકમાં વાપી, દમણ, સેલવાસમાં અનેકવાર તોડબાજીમાં ચર્ચાતા રહેલા કથિત પત્રકાર ત્રિપુટી સામે વાપી ટાઉનમાં ફરિયાદ નોંધાઇ છે. જેમાં પોલીસ ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરનાર બે મહિલા પત્રકારો (1) સંધ્યા @ સોનિયા તુષારભાઈ ચોહાણ (2) સેમ મહેન્દ્ર શર્માની આગોતરા જામીન અરજી નામંજૂર કરવાનો નામદાર કોર્ટે હુકમ કર્યો છે.
વાપીનાં એડિશનલ જજ પુષ્પા સૈનીએ પાંચ લાખ રૂપિયા ખંડણી માંગવાના ગુનામાં સંડોવાયેલી કથીત બે મહિલા પત્રકારો (1) સંધ્યા @ સોનિયા તુષારભાઈ ચોહાણ (2) સેમ મહેન્દ્ર શર્માએ પોલીસ ધરપકડ થી બચવા કરેલ આગોતરા જામીન અરજી સંદર્ભે DGP અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી બંને આરોપીઓની આગોતરા જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો છે.
વાપીમાં સ્પા સંચાલક પાસે રૂપિયા 5 લાખની માંગ કરનાર કહેવાતા 3 પત્રકાર ક્રિષ્ના ઝા, સોનિયા ચૌહાણ અને સેમ શર્મા સામે વાપી ટાઉનમાં સ્પા સંચાલકે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ આધારે પોલીસ ધરપકડથી બચવા કહેવાતા ત્રણેય પત્રકારો ભૂગર્ભમાં ઉતરી ગયા ગયા છે. જે પૈકી બે કથિત મહિલા પત્રકારોએ આગોતરા જામીન અરજી કરી હતી. જે નામદાર કોર્ટે નામંજૂર કરતા હવે બન્ને મહિલાઓની ધરપકડ નિશ્ચિત બની છે.
ફરિયાદ જે સ્પા સંચાલકે નોંધાવી છે. તેની પાસે આ તોડબાજ ત્રિપુટીએ વાર્ષિક 5 લાખ રૂપિયાનો હપ્તો આપવાની માંગણી કરી હતી. અને રૂપિયા નહિ આપે તો સ્પા માં દેહવ્યાપાર ચાલતો હોવાનો ખોટો કેસ કરશે, પુરાવામાં કોન્ડોમ મુકશે, ખોટા સાક્ષીઓ ઉભા કરશે અને ફસાવી દેશે તેવી ધમકી આપી હતી.
તો આ ખંડણીખોર કથિત પત્રકારો સામે સ્પા સંચાલક ઉપરાંત એક તબીબે પણ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેની પાસેથી ત્રિપુટીએ ફોર્ચ્યુનર કારની ડિમાન્ડ કર્યા બાદ 5 લાખની ડિમાન્ડ કરી છેવટે 1.80 લાખ પડાવ્યા છે. ત્યારે 2 ફરિયાદ પૈકી પ્રથમ ફરિયાદમાં પોલીસ ધરપકડથી બચવા કરેલી જામીન અરજી નામંજૂર થતા આ ત્રિપુટીએ અન્ય જે લોકો પાસેથી પૈસા પડાવ્યા છે. તેઓમાંથી પણ ભોગ બનનાર નીડર બની ફરિયાદ નોંધાવવા આગળ આવી શકે છે. તેવી ચર્ચા લોકોમાં ઉઠી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.