આગામી 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. જેની ઉજવણી નિમિત્તે રવિવારે 3/3/24 ના સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્ય કક્ષા) વલસાડ જિલ્લા મહિલા વિભાગ દ્વારા એક સરખી બંધાણી સાડીના પરિધાનમાં સજ્જ થઈ માતાજીના બીજ મંત્રના ઉચ્ચારણ સાથે રેલી યોજી ઉજવણી કરવામાં આવી હતી.
શક્તિ, સંસ્કાર ને સંસ્કૃતિ નો સમનવય એટલે નારી એ ભાવના સાથે વાપીમાં બ્રાહ્મણ બહેનો દ્વારા આતંરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે (બાંધણી) સાડી ડે સાથે માતાજીના બીજ મંત્રના ઉચ્ચારણ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાની બહેનો સવારે 9 કલાકે ગુજંન પોલીસ ચોકીથી ખાતે એકત્ર થઈ હતી. અહીં બિઝનેસ વુમન એવોર્ડ મેળવનાર મિતલબેન તેમજ પૂર્વપ્રમુખ માયા બેન ભટ્ટ કરાવી દ્વારા રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.
‘ઓમ ઐમ હિમ કલિમ ચામુંડાયૈ વિચૈ’ ના ઉચારણ સાથે પ્રસ્થાન થયેલ મહિલાઓની રેલી વૈશાલી રોડ થઈ ને મહેસાણા નગરના હોલ પર પૂર્ણ થઈ હતી. અહીં લક્ષ્મી માતાના સ્તોત્રનુ પઠન કરવામાં આવ્યું હતું. તેમજ ડો. વૈદેશ્રી જોષી દ્વારા સ્ત્રીઓના સ્વાસ્થય અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. વાપી મહિલા સમાજ ના પ્રમુખ ઉષાબેન શુકલ, જાગૃતિ ઉપાધ્યાય, ક્રિષ્નાબેન પંડયા તેમજ ઉમરગામથી ઉપપ્રમુખ હસુમતીબેન ત્રિવેદી, હેતલ બેન થાનકી તેમજ સમાજની બહેનો હાજર રહી હતી.
અંતમાં સૌ બહેનો માતાજીના ગરબે રમયા અને બ્રાહ્મણ સંસ્કૃતિનુ સચોટ અને ઉત્કૃષ્ટ ઉદાહરણ બનીએ, આનંદ ઉત્સાહ અને શક્તિની અનુભુતિ કરી દરેક સ્ત્રી ગૌરવશાળી છે. આપણે સ્ત્રીઓ પોતાના ઘર પરીવાર માટે કે સમાજ માટે ઉત્તમ ફરજ નિભાવી આપણી પહેલ આપણા સંસ્કાર આપણી ઓળખ બને શક્તિ,સંપ એકતાનુ ઉદાહરણ બની બ્રહ્મ નારી હોવાનું ગૌરવ લઈએ એવા સંકલ્પ સાથે આવા કાર્યક્રમો કરતા રહીએ તેવા વિશ્વાસ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો. ત્યાર બાદ પ્રસાદ, નાસ્તો ગ્રહણ કરી અનોખી રીતે આતંરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી કરી
SGBR મહિલા વિભાગ પ્રમુખ જયોતિબેન બધેકા દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સંયોજક સોનલ મહેતા, દિપિકા જાની, બીનીતા વ્યાસ રહ્યા હતા. પ્રોગ્રામ નુ સંચાલન મંત્રી પ્રિયંકા બેન ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતુ.ડીજીટલ સંચાલન નિધી બેન બધેકા દ્વારા કરાયુ હતુ. પોલીસ ડીપાર્ટમેન્ટમાથી ઝુહી બેન તેમજ કાજલબેન સારી ફરજ નિભાવી હતી.