પશ્ચિમ રેલ્વેનાં મુંબઈ-દિલ્હી ટ્રંક રૂટનાં સંજાણ – ઉમરગામ રેલવે સ્ટેશન વચ્ચેનાં LC (લેવલ ક્રોસિંગ) ગેટ નંબર 67 નાં IR (ઈન્ડિયન રેલવે) ચેનેજ કિમી 246/2-4 પર ROB (રોડ ઓવરબેિજ) નું નિર્માણ થઈ રહ્યું છે. આ ROB નાં પુર્વ અને પશ્ચિમ ભાગને જોડવાં કોમ્પોઝિટ સ્ટીલ ગર્ડરની કામગીરી DFCCIL (ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોર કોર્પોરેશન ઑફ ઈન્ડિયા લિ.) નાં નેજા હેઠળ ચાલી રહી છે.પ્રથમ તબક્કામાં આ કોમ્પોઝિટ સ્ટીલ ગર્ડર, ROB પર બેસાડવાની કામગીરી DFCCIL નાં WDFC (વેસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોરની રેલવે લાઈન પર કરી હતી. જ્યારે બીજા તબક્કાની કામગીરી IR નાં પશ્ચિમ રેલ્વે પર કરવામાં આવશે. જે કામગીરીમાં પેસેન્જર તથાં માલગાડી ટ્રેનો, પાવર બ્લોકનાં ચપેટમાં આવી શકે, પશ્ચિમ રેલવેની આવતી જતી કેટલીક ટ્રેનોનાં સમય પર અસર થવાની પણ સંભાવના છે.ડબ્લ્યુ.ડી.એફ.સી. નાં ન્યુ ઉમરગામ રેલવે સ્ટેશન નજીકનાં એલ.સી. ગેટ નં. 67, પર બનતો આર.ઓ.બી. નાં નિર્માણમાં, 36 મીટર લંબાઈનાં 5 કોમ્પોઝિટ સ્ટીલ ગર્ડરો ચઢાવવાં માટે 500 ટનની ક્ષમતા ધરાવતી કેન લાવવામાં આવી હતી. દરેક ગર્ડરનું વજન આશરે 37 ટન હોવાનું જાણવાં મળ્યું હતું.ગતરોજ, એલ.સી. ગેટ નં. 67 નાં, આર.ઓ.બી. પર પાંચ ગર્ડર ચઢાવતાં પહેલાં બ્રાહ્મણ પાસે વિધિ કરાવી હતી. દરેક ગર્ડરનું પુજન અનુક્રમે DFCCIL નાં અધિકારી, આર,ઓ.બી. બનાવનાર ઠેકેદાર કંપની રણજીત બિલ્ડકોન લિમિટેડનાં કી પરર્સન, લેબર વર્ગ વિગેરેઓ પર કરાવી હતી. આ આર.ઓ.બી. નું બાંધકામ જલ્દીથી જલ્દી પુરું કરવાં રેલવે તંત્રએ તાકિદ કરી હોવાનું પણ સાંભળવા મળ્યું હતું.આશરે રૂપિયા 44 થી 46 કરોડમાં નિર્માણ થનારો આ આર.ઓ.બી. પર ટ્રાફિક ઓછો દેખાશે એવું જાણવાં મળ્યું છે. જોકે ચર્ચા એવી પણ છે કે, આ એલ.સી. ગેટ નં. 67 પર આર.ઓ.બી. કરતાં આર.યુ.બી (રોડ અંડરબિજ) બનાવવો જરૂરી હતો. પરંતુ આ નહિવટ ટ્રાફિક વાળા રસ્તે આર.ઓ.બી. બનાવવા પાછળનું કારણ શું રહ્યું હશે? તે અકબંધ છે..! આ આર.ઓ.બી.બનાવવાનો કોન્ટ્રાકટ રણજીત બિલ્ડકોન લિમિટેડ પાસે છે.અત્રે ઉલ્લેખનીય છે કે, દેશ ભરમાં બહુ ચર્ચિત ઈલેક્ટોરલ બોન્ડ કાંડમાં, રણજીત બિલ્ડકોન લિમિટેડ અને એમની અન્ય કંપનીઓ પણ ચર્ચામાં આવી હતી. ઈલેક્શન કમિશનર ઓફ ઈન્ડિયાએ પ્રસિદ્ધ કરેલી ઈલેક્ટોરલ બોન્ડની યાદી મુજબ, રણજીત બિલ્ડકોન લિમિટેડ, રણજીત પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ અને રણજીત ટોલ રોડ પ્રાઈવેટ લિમિટેડ જેમણે ૨૦૨૩માં રૂપિયા 15 કરોડનાં ઈલેક્ટોરલ બોન્ડ્સ ખરીધાં હતાં. રણજીત બિલ્ડકોન લિમિટેડ અને એમની અન્ય કંપનીઓ, ખાસ કરીને ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનાં કોન્ટ્રાક્ટોમાં સામેલ છે. આ આર.ઓ.બી. પર 5 સ્ટીલ ગર્ડરો ચઢાવી દીધાં હતાં. આઈ.આર. ની લાઈન પર ગર્ડર ચઢાવવાની તૈયારી કરી રહ્યાં છે. જોકે આ વ્યસ્ત રહેતી પશ્ચિમ રેલ્વે ટ્રેક પર, પાવર બ્લોકની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવાં મળ્યું છે. જેની ઉપરી લેવલે પરવાનગી મળતા જ બાકીનાં સ્ટીલ ગર્ડરો ચઢાવવામાં આવશે. એવી જાણકારી અધિકારીએ આપી હતી.