Sunday, December 22News That Matters

પ્રતિષ્ઠિત સંસ્થા FGI ના 17માં એવોડર્સ ફોર એકસીલન્સના પ્રચાર પ્રસાર માટે VIA હોલમાં ઉદ્યોગકારો-પત્રકારોને અપાઈ માહિતી

વર્ષ 1918માં મહારાજા સયાજીરાવ ગાયકવાડના બરોડા રાજયમાં ફેડરેશન ઓફ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ (FGI)ની સ્થાપના કર્યા બાદ આ સંસ્થા હાલમાં 103 વર્ષે પણ અનેકક્ષેત્રે સેવાકીય સુવાસ ફેલાવી રહી છે. FGI નો ઉદ્દેશ ઉદ્યોગોના હિતને પ્રોત્સાહન અને રક્ષણ આપવાનો અને વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ કરવાનો છે. આ કાર્ય પૂરું પાડવા માટે અનેક સંસ્થાઓની સ્થાપના કરી FGI ના પ્લેટિનમ જ્યુબિલી વર્ષ 1993 થી દ્વિવાર્ષિક પુરસ્કારો આપવાની શરૂઆત કરી. 13 કેટેગરીના આ પ્રતિષ્ઠિત સંસ્થા FGI ના 17માં એવોડર્સ ફોર એકસીલન્સના પ્રચાર પ્રસાર માટે VIA હોલમાં ઉદ્યોગકારો-પત્રકારોને માહિતી અપાઈ હતી.
FGI દ્વારા આપતા એવોર્ડ્સમાં કોઈ પણ ઉદ્યોગ, સંસ્થા, NGO અથવા વ્યક્તિ પોતાને લગતી 13 કેટેગરી માંથી એક કે તેથી વધુ કેટેગરીમાં અરજી કરી શકે છે. ઓનલાઈન-ઓફલાઇન આ અરજી https://awards.fgiindia.com/ દ્વારા કર્યા બાદ તેમાં પસંદગી પામેલા અરજીકર્તા ને FGI એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે. આગામી વર્ષ 2022માં તેના 17 માં FGI એવોર્ડ માટે અરજી કરવાની અંતિમ તારીખ 15 ઓક્ટોબર 2021 છે. જેના પ્રચાર પ્રસાર માટે FGI અને VIA એ મળીને વાપીમાં એક રોડ શો કમ પ્રેસમીટનું આયોજન કર્યું હતું.
FGI એવોર્ડ્સ ચોક્કસ માપદંડ અને નિષ્ણાંત જયુરીની નિષ્પક્ષ તપાસ બાદ જાહેર કરાય છે . દર બે વર્ષે યોજાયેલા અત્યાર સુધીના 16 FGI એવોડર્સના વિજેતાઓને જે તે વખતે વિશેષ સમારંભ યોજી ડો.એ.પી.જે. કલામ, ડો. મનમોહન સીંઘ, નરેન્દ્ર મોદી, સુરેશ પ્રભુ, સ્વ. મનોહર પરીક૨ તથા મેનકા ગાંધી જેવા વિશિષ્ટ વ્યકિતઓના હસ્તે એનાયત કરવામાં આવ્યા છે. FGIનો એવોર્ડ મેળવવો વિજેતાઓ માટે વ્યાપાર ઉદ્યોગ અને સમાજમાં પ્રતિષ્ઠા વધારનારો સાબિત થયો છે . આ 17 મા એફ.જી.આઈ. એવોર્ડમાં કોઈપણ સંસ્થા, કંપની, એનજીઓ, કે વિશેષ વ્યકિત પોતાને લગતી 13 કેટેગરીમાંથી એકથી વધુમાં અરજી કરી શકે છે. સમય સાથે તાલ મીલાવતા ડીજીટલ ઓનલાઈન અરજી કરવાની સુવિધા પણ રાખવામાં આવી છે.
17 મા એફ.જી.આઈ. એવોડર્સમાં નીચે મુજબની કેટેગરીમાં 15/10/2021 સુધી અરજી સ્વિકારવામાં આવશે.

AWARD CATEGORIES 
Outstanding Innovation in the field of Research in Science & Technology 
Agriculture or Food Processing Pollution Management and Sustainable Outstanding Contribution In The Field Of Practices Corporate Social Responsibilities by Industry Outstanding MSME Outstanding work in the field of Social Welfare / Rural Development by Individual Outstanding Business Leader – Male / NGO Industrial Safety & Compliance – Export Performance and Promotion – Outstanding Woman Entrepreneur / → Best Institution in Health Sector Professional Best Practices in HR & IR Policies 
Outstanding Start-up FGI Award for  “Life Time Achievement Award” ( to be decided by Special Jury )
આ માહિતીના પ્રચાર પ્રસાર માટે ગુરુવારે વાપીમાં વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન(VIA) ના સહયોગથી રોડ શો કમ પ્રેસમીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વી.આઈ.એ. ના પ્રમુખ કમલેશ પટેલ, માનદ મંત્રી સતિષ પટેલ, FGI ના સેક્રેટરી જનરલ પ્રેમલ દવે અને પ્રોગ્રામ ઓફિસર પ્રીતિ સોની, વાપીના ઉદ્યોગકારો તથા પ્રેસ અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રેસમીટમાં સૌ પ્રથમ FGI ના સેક્રેટરી જનરલ પ્રેમલ દવેએ સંસ્થાના ઉદ્દેશ્ય અંગે, એવોર્ડ્સ કેટેગરી અંગે વિગતો આપી હતી. તેમના જણાવ્યા મુજબ દર વર્ષે 300 જેટલી અરજીઓ આ એવોર્ડ્સ માટે આવે છે. હાલના એવોર્ડ માટે અત્યાર સુધીમાં 180 જેટલી અરજીઓ આવી છે. ગત વર્ષે કોરોના કાળને કારણે યોજાતા એવોર્ડ ફંક્શનમાં સીમિત લોકોને બોલાવી એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યાં હતાં. આ એક પ્રતિષ્ઠિત એવોર્ડ્સ છે. જેને મેળવનાર સમાજમાં પોતાના વેપાર ધંધાને વિકસાવી છે. નામના પ્રાપ્ત કરી શકે છે. એટલે વાપી શહેરના ઉદ્યોગ સાહસિકોને, સામાજીક સંસ્થાઓને એવોર્ડમાં ભાગ લઈ વિજયી થવા અપીલ કરી હતી.
વી.આઈ.એ. ના પ્રમુખ કમલેશ પટેલે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરી જણાવ્યું કે VIA અને FGI નો મુખ્ય ઉદ્દેશ ઉદ્યોગો અને ઉદ્યોગકાર મિત્રો, રિસર્ચ ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે તેમજ પર્યાવરણ ક્ષેત્રે જે ઉમદા કાર્ય કરી રહ્યા છે તેને બિરદાવવાનો અને પ્રોત્સાહન પૂરો પાડવાનો છે, જેથી કરી અન્ય ઉદ્યોગો, ઉદ્યોગકાર મિત્રો અને સામાજિક સંસ્થાઓને પણ આ પ્રકારના કાર્યો કરવાની પ્રેરણા મળી રહે. FGI દ્વારા દેશના વિકાસ અને હીત માટે જે કાર્ય થઇ રહ્યું છે તે માટે વાપીના ઉદ્યોગપતિઓ સાથે મળીને એક એવોર્ડ્સ વાપીની મળે વાપીનું નામ રોશન થાય તેવા પ્રયાસો કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *