Friday, January 31News That Matters

ભીલાડ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ₹ 40 લાખના ખર્ચે તૈયાર થનારા સ્પેશીયલ ન્યુ બોર્ન કેર યુનિટ (SNCU) ના નવા મકાનનું રાજયના નાણાંપ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત

રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઇએ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રૂા. 40 લાખના ખર્ચે તૈયાર થનારા 3 બેડવાળા 3 યુનિટના મકાનનું નવા જન્મેલા બાળકો માટે સ્પેશીયલ ન્યુ બોર્ન કેર યુનિટ (એસ. એન. સી. યુ.) નું ખાતમુર્હૂત કર્યુ હતું.

આ પ્રસંગે મંત્રીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોના આરોગ્યની સુખાકારી માટે વિશ્વમાં સૌ પ્રથમ આરોગ્યલક્ષી આયુષ્યમાન યોજનાની શરૂઆત કરી છે તેમ જણાવ્યું હતું આ યોજનાના લીધે દેશના નાનામાં નાના લોકોને ગંભીર પ્રકારની બીમારીઓમાં પણ સારી સરકાર માન્ય હોસ્પિટલોમાં સારી સારવાર મળી રહી છે અને તેના સારા પરિણામો મળી રહયા છે જેથી આ આયુષ્યમાન યોજનાનો દરેક માણસોએ ગંભીર પ્રકારની બીમારીઓમાં લાભ લેવા અનુરોધ કર્યો હતો.

મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રસ્તા અને પેવર બ્લોકના તો કામો ઘણાં થાય જ છે પરંતુ આવા કામો નાણાંપંચની ગ્રાન્ટમાંથી કરવા જોઇએ એવી જેમની માન્યતા છે તેવા વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીએ આ કામ પણ 15 માં નાણાંપંચની જિલ્લા અને તાલુકા પંચાયતની ગ્રાન્ટ તેમજ અન્ય જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી તૈયાર થઇ રહયુ છે તેના આયોજન માટે તેમને અભિનંદન આપ્યા હતા. આ તબક્કે મંત્રીએ આ ન્યુ બોર્ન કેર સેન્ટર જલદીમાં જલદી તૈયાર થાય અને તેનો લાભ આ વિસ્તારના નવા જન્મેલા બાળકો માટેની સારસંભાળમાં ઉપયોગી બની રહે તેવી આશા વ્યકત કરી હતી.

ભીલાડ સામૂહિક આરોગ્ય કેન્દ ખાતે હાલમાં ૩ બેડવાળા ૩ ન્યુ બોર્ન કેર તૈયાર થનાર છે જેનું તબક્કાવાર ૬ બેડવાળા ૬ યુનિટમાં અપગ્રેડેશન કરવામાં આવશે. આ સેન્ટરમાં રૂા. 20.85 લાખના ખર્ચે મકાન બાંધકામ, રૂા. 13 લાખના ખર્ચે મેડિકલ સાધનો અને રૂા. 5.52 લાખના ખર્ચે ઇલેકટ્રિકફીકેશનનો સમાવેશ થાય છે. આ ન્યુ બોર્ન કેર સેન્ટરમાં નવા જન્મેલા બાળકોને ઇન્ફેકશન ન લાગે તે માટે, શ્વાસોશ્વાસમાં તકલીફ ન પડે તે માટે, બાળકોનું શરીરનું તાપમાન જાળવી રાખવા અને ઓછા વજનવાળા બાળકો માટે આ સેન્ટરમાં સુવિધાઓ મળી રહેશે.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહ, સાંસદ ર્ડો. કે. સી. પટેલ, ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર, જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, જિલ્લા આરોગ્ય અધિકારી કે. પી. પટેલ, અધિક આરોગ્ય અધિકારી ર્ડો. વિપુલ ગામીત તેમજ આ પ્રોજેકટના નોડલ અધિકારી આર. સી.એચ.ઓ. ર્ડો. એ. કે. સિંગ તથા ભીલાડ સામૂહિક આરોગ્ય કેન્દનો સ્ટાફ હાજર રહયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *