Thursday, December 26News That Matters

વાપી ટાઉનમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધો  

વાપી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ એક ચાલીમાં એક ઇસમે તેમની બાજુમાં રેહતી શ્રમિક પરિવારની સગીર બાળા સાથે બળાત્કાર જેવું જધન્ય કૃત્ય આચર્યું હોય, પરિવારે વાપી ટાઉનમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ટાઉન PI બી. જે. સરવૈયા અને તેમની ટીમે આરોપી સુનિલ ઉર્ફે ચીની રામ અવધ યાદવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

વાપી વિસ્તારમાં આવેલી એક ચાલીમાં રહેતા સુનિલ ઉર્ફે ચીની રામ અવધ યાદવ નામના યુવકે તેમની પડોશમાં રહેતી 12 વર્ષીય સગીરા પર 15 દિવસમાં 2 વખત દુષ્કર્મ આચર્યુ હતું. ઘટના અંગે સગીરાએ તેની નાનીને જાણ કરી હતી. જે બાદ સગીરાની નાની અને માતાએ સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર યુવક વિરુદ્ધ વાપી ટાઉન પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી તાત્કાલિક યુવકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

 

દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતા તેના ભાઈ બહેન અને માતા પિતા અને નાની સાથે રહેતી હતી. સગીરાના રૂમની બાજુના રૂમમાં આજમગઢનો યુવક થોડા દિવસ પહેલા રહેવા આવ્યો હતો. યુવક સગીરા સાથે વાતો કરી ફોસલાવવાનો પ્રયાસ કરતો હતો. 15 દિવસ પહેલા સગીરાના માતા પિતા નોકરીએ ગયા ત્યારે યુવકે સગીરાને તેની રૂમમાં જબરજસ્તી લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતું. સગીરાને તેના પરિવારને ન કહેવા ધમકાવી હતી. જે બાદ 5 દિવસ પહેલા સગીરાનો ભાઈ યુવકના રૂમમાં રમવા ગયો હતો. જેને બોલાવવા ગયેલી સગીરા ઉપર યુવકે ફરી દુષ્કર્મ આચર્યુ હતું.

 

 

 

હવસખોર સુનિલ ઉર્ફે ચીની રામ અવધ યાદવની ધરપકડ…..

સગીરા પર 2 વખત યુવકે દુષ્કર્મ આચરતા આખરે સગીરાએ સમગ્ર હકીકત તેની નાનીને કરી હતી. સગીરાની નાનીએ સગીરાના માતા પિતાને જાણ કરી હતી. સગીરાની માતાએ પડોશમાં રહેતા યુવક સામે ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી પોલીસ ઇન્સ્પેકટર બી. જે. સરવૈયાના માર્ગદર્શન હેઠળ ટીમ મોકલી હવસખોર સુનિલ ઉર્ફે ચીની રામ અવધ યાદવની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

 

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *