અમદાવાદમાં જાસપુર એસ.જી.હાઈવે ઉપર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વિશ્વ નું સૌથી ઊંચું 504 ફૂટનું મંદિર પ્રસ્થાપિત થઈ રહયું છે. 1 હજાર કરોડના ખર્ચે મંદિર સાથે સમાજ ઉથ્થાન માટે વિવિધ પ્રકલ્પ 100 એકર જમીન મંદિર સાથે આકાર લઈ રહયા છે. જેના પ્રચાર પ્રસાર માટે ઉમિયા માતાજીનો દિવ્ય રથ સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરી રહયો છે. સોમવારે વાપીમાં દિવ્યરથ નું આગમન થયું હતું.
વાપી છરવાડા રોડ ઉપર દિવ્ય રથ નું સ્વાગત કરવામાં આવ્યુ હતું. ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર ના પાટીદાર પરિવાર ઉપસ્થિત રહ્યા હતા માથે કુંભ કળશ
ઝવેરા સાથે એક સરખી સાડી પરિધાનમાં સજ્જ બની મહિલાઓએ માં નો જય જય કાર કર્યો હતો છરવાડા ઉમિયા ચોક માં દિવ્યરથ માઁ બિરાજમાન થયેલા જગત જનની માઁ ઉમિયા ની પૂજા અર્ચના નાણાંમંત્રી કનુંભાઈ દેસાઈ યોગેશભાઈ કાબરીયા, મિલનભાઈ દેસાઈ સહિતના અગ્રણી ઉદ્યોગપતિઓ એ કરી હતી.
ઉમિયા ચોકમાં ભવ્ય પુષ્પવર્ષા સાથે સાથે સમાજની બહેનો ગરબે ઘૂમી હતી ત્યાર બાદ દિવ્યરથ ની શહેર પરિક્રમા નો શુભારંભ થયો હતો ગુંજન સહિત ચણોદ કોલોની સુધી ના વિસ્તારમાં માંનો દિવ્યરથ પરિભ્રમણ કરી ને રાત્રે રોફેલ કોલેજમાં રાત્રી વિરામ અને સાંસ્કૃતિક રાસ ગરબા સહિત મહાપ્રસાદ નો હજારો ભાવિકો એ લાભ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, બીજા દિવસે મંગળવારે દિવ્યરથ વાપી ટાઉન ના વિવિધ વિસ્તારમાં પરિભ્રમણ કરશે તેમજ રાત્રિ વિરામ બાદ બુધવારે ધરમપુર જવા પ્રસ્થાન કરશે.