Saturday, December 21News That Matters

વાપીમાં JCIના નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ્સ રજીતા પુસરલાએ ઝોન-8ના સભ્યો સાથે સંસ્થાની પ્રવૃતિઓ અંગે ચર્ચા કરી  

 વાપીમાં સમાજિક તેમજ વેપાર-ઔદ્યોગિક વિકાસ અને તાલીમ ક્ષેત્રે કાર્યરત જુનિયર ચેમ્બર ઓફ ઇન્ટરનેશનલ (JCI) છેલ્લા 20 વર્ષથી કાર્યરત છે. ત્યારે પાછલા 6 મહિનામાં સંસ્થાએ કરેલી સારી કામગીરીની સમીક્ષા કરવા તેમજ આગામી 6 મહિના દરમિયાન નવા કાર્યોની રૂપરેખા આપવા માટે JCI ઇન્ડિયાના નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ્સ રજીતા પુસરલાએ ઝોન-8ના વાપી સહિત પારડી, વલસાડ અને વાંસદની મુલાકાત લીધી હતી. નેશનલ વાઇસ પ્રેસિડેન્ટસે JIC સભ્યો સાથે ચર્ચા વિચારણા કરી તેમની કામગીરીથી માહિતગાર થયા હતાં. 
મંગળવારે વાપીમાં સિલ્વર લીફ હોટેલ ખાતે JCI (જુનિયર ચેમ્બર ઓફ ઇન્ટરનેશનલ) નામની 110 વર્ષ જૂની અને 120 દેશોમાં કાર્યરત સંસ્થાના ઝોન-8ના સભ્યો સાથે નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ્સ JC રજીતા પુસરલાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. ઝોન-8ના ઝોન પ્રેસિડેન્ટ્સ ઈશાન અગ્રવાલ સાથે ઉપસ્થિત રહેલ રજીતા પુસરલાએ વાપી JCI દ્વારા કરવામાં આવેલા વિવિધ સામાજિક કાર્યો અંગે સમીક્ષા કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે તે વિશાખાપટ્ટનમથી ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. અહીં વાંસદા, વલસાડ, પારડી થઈ વાપીમાં સંસ્થાના સભ્યો સાથે મુલાકાત કરી છે. જેમાં સંસ્થા દ્વારા પાછળ 6 મહિનામાં કેવી પ્રવૃતિ કરી છે. તેની વિગતો મેળવી આગામી 6 મહિનામાં જે નવા એજન્ડા મુજબ કાર્યો કરવાની છે તેની રૂપરેખા આપી હતી.
રજીતા પુસરલાએ વધુમાં જણાવ્યું હતું કે આ સંસ્થા યુવાનોની સંસ્થા છે. જેમાં 18 વર્ષથી 40 વર્ષની ઉંમરના સભ્યો જોડાયેલ છે. જેઓને નિષ્ણાંત વક્તાઓ દ્વારા, મેનેજમેન્ટ ગુરુ દ્વારા વેપારના વિકાસ માટે, સારા વક્તાઓ બનવા માટેની તાલીમ પુરી પાડી ઉજ્જવળ ભવિષ્ય ની સારી તક ઉપલબ્ધ કરાવવામાં આવે છે. વેપાર-ધંધાને લાગતી સમસ્યાઓ અંગે વર્કશોપનું આયોજન કરી સમસ્યાઓનું નિરાકરણ કેવી રીતે લાવવું તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. સાથે જ સામાજિક ઉથ્થાંન માટે પણ સંસ્થા અનેક સેવાકીય પ્રવુતિઓ કરી રહી છે.
વાપીમાં JC રજીતા પુસરલાને ગુજરાતી રાસ ગરબા સાથે આવકાર આપી પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતુઁ. નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ્સની મુલાકાત પ્રસંગે ઝોન પ્રેસિડેન્ટ્સ JC ઈશાન અગ્રવાલે જણાવ્યું હતું કે JCI 120 દેશમાં પોતાનો વ્યાપ ધરાવતી 110 વર્ષ જૂની સંસ્થા છે. જે યુવાનોને લિડરશીપ, મેનેજમેન્ટ, સ્પીકર બનવા માટેની તાલીમ પુરી પાડે છે. જેનાથી દરેક વ્યક્તિ તેના જીવનમાં બદલાવ લાવી શકે, આત્મ વિશ્વાસ કેળવી શકે છે. વાપીમાં JCI દ્વારા છેલ્લા 6 મહિનામાં ખુબજ સરાહનીય કાર્યો કરવામાં આવ્યાં છે.
નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ્સની મુલાકાત દરમ્યાન વાપી JCI પ્રેસિડેન્ટ્સ અમિત પટેલે તમામનું સ્વાગત કરી વાપીમાં યોજેલી મેરેથોન, નાઈટ વુમેથોન, ટ્રેડફેર, રક્તદાન કેમ્પ જેવી પ્રવતીઓ અંગે માહિતી આપી હતી. જેમાં સ્ત્રીસશક્તિકરણ, સ્થાનિક વેપારીઓને એક જ સ્થળ પર વેપાર માટેની સવલતો પુરી પાડી કોરોના કાળમાં મદદરૂપ થયા હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમમાં આગામી 6 માસમાં થનારા વિવિધ કાર્યો અંગે સભ્યોને સંપૂર્ણ સહકાર આપવા અનુરોધ કરાયો હતો.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *