રિપોર્ટ :- જાવીદ ખાં
વાપી :- વાપી GIDCમાં ભંગારીયાઓ દિવસો દિવસ વધુને વધુ માથાભારે બની રહ્યા છે. અવારનવાર આ નફ્ફટ લોકો નજીવી રકમ માટે આસપાસના લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા આવ્યાં છે. વહીવટીતંત્રએ તેને દૂધ પાઈને સાપોલિયામાંથી સાપ બનાવ્યા અને હવે તે બેફામ હાનિકારક કચરો સળગાવી આ વિસ્તારના પર્યાવરણને, ખેતીની જમીનને, નદીના પીવાલાયક પાણીને અજગરી ભરડો લઈ રહ્યા છે. GPCB ના અધિકારીઓ અને પોલીસને નહિ ગાંઠનારા આ માથાભારે ભંગારીયાઓમાં સામેલ કરવડની ભંગારણ આવી જ હરકતો કરી છેલ્લાં ત્રણ વર્ષથી હાનીકારક medical and chemical wasteને એકઠો કરી તેમાં આગ ચાંપી રહી છે. જેને રોકવા જનારા GPCB ના અધિકારીઓ, પોલીસ અને ગામલોકોને ભૂંડી ગાળો ભાંડી રહી છે. તેમ છતાં તેનું કોઈ કંઈ બગાડી નથી શકતું.
સોમવારે ફરી આ જાગૃતિ ઉર્ફે ટીના નામની ભંગારણે ગામના લોકોને, પોલીસને અને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના અધિકારીઓને દોડતા કર્યા હતાં. અને આ બાઈ તેના મુસ્લિમ સાગરીતો સાથે કચરાના ઢગમાં આગ ચાંપી ફરાર થઈ ગઈ છે. સમગ્ર ઘટના અંગે વિગતે વાત કરીએ તો વાપી નજીક કરવડ ગામે વેસ્ટ કેમિકલ અને વેસ્ટ મેડીકલના કચરામાં ( medical and chemical waste ) ભીષણ આગ લાગી હતી. આગની વિકરાળ જ્વાળા અને ધુમાડાના ગોટેગોટાથી આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો.
વાપીની GIDC માં અનેક કેમિકલ અને ફાર્માસ્યુટિકલ કંપનીઓ આવેલી છે. જેમાંથી આ માથાભારે ભંગારણ હાનિકારક કેમિકલ અને મેડિકલ વેસ્ટ એકઠો કરી તેને સળગાવી તેનો નિકાલ કરે છે. જેનાથી આસપાસના લોકોને તેમજ જમીન-પાણી સહિત પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડ્યું હતું.
વિકરાળ આગને કારણે આસપાસના 10 કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતાં. સ્થાનિક ગામલોકોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું. કે આ માથાભારે મહિલા છેલ્લા ત્રણેક વર્ષથી આ રીતે હાનિકારક કેમિકલ વેસ્ટ અને મેડિકલ વેસ્ટ એકઠો કરી સળગાવી રહી છે. આ અંગે અનેક વખત ગામના સરપંચને, ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને અને પોલીસને જાણ કરી છે. પરંતુ દર વખતે આ મહિલા તમામની સાથે દાદાગીરી કરી તેમને ગાળો ભાંડી આ કૃત્ય કરતી રહી છે.
આગમાં કેમીકલ વેસ્ટ સળગ્યા બાદ ધુમાડાના ગોટેગોટા ઉઠ્યા હતાં. આસપાસના લોકોમાં શ્વાસ રૂંધાવાના, આંખો બળવાના કિસ્સા બન્યા હતા. તેમજ આ ધુમાડાને કારણે ખેતીના પાકને મોટું નુકસાન થયું છે. આ કચરાના ગોદામ નજીક જ નદી પસાર થાય છે. નદીની જમીન પર પણ મહિલાએ અતિક્રમણ કરી નદીમાં કચરો ઠાલવી નદીના પાણીને દૂષિત કરી મૂક્યું છે. જેથી પર્યાવરણને નુકસાન કરતી તેમજ માનવ જીવનના આરોગ્ય સાથે ચેડાં કરતી આ મહિલા સામે તંત્રએ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ગામલોકોમાં ઉઠી છે.
ઉલ્લેખનીય છે કે જાગૃતિ ઉર્ફે ટીના નામની આ ભંગારણ ખૂબ જ માથાભારે છે. આ અગાઉ તેમને રોકવા માટે ગયેલા ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના અધિકારીઓ તેમજ પોલીસ પર પણ હુમલો કર્યો હતો. અને તેઓને બેફામ ગાળો ભાંડી હતી. જો કે તે સમયના બાહોશ PSI એ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. પરંતુ હાલમાં આ માથાભારે મહિલાએ આ પ્રવૃત્તિ બંધ કરવાનો બદલે ફરી વધુ મોટાપાયે શરૂ કરી દીધી છે. સોમવારે મેડિકલ અને કેમિકલ વેસ્ટમાં લાગેલી આગને ઓલવવા ફાયરે 10 જેટલા ફાયર ટેન્ડર મંગાવી તેને બૂઝાવવાની કોશિશ કરી હતી. પરંતુ 8 કલાકની મહેનત બાદ પણ આગ પર કાબૂ મેળવી શકાયો નહોતો જે જોતા વિચારી શકાય કે આગ કેટલી વિકરાળ હશે અને તેનાથી કેટલા મોટાપાયે પર્યાવરણ ને નુકસાન પહોંચ્યું હશે.
pls contact 8758932517