કોરોના કાળમાં ઉદ્યોગોએ તેમની સામાજિક જવાબદારી પુરી પાડી તેમના કર્મચારીઓને બનતી મદદ કરી છે. જો કે હજુ પણ કોરોના ગયો નથી. ત્યારે, કોરોના વેકસીનના 2 ડોઝ લીધા બાદ પ્રિકોશન માટેનો 3જા બુસ્ટર ડોઝ પ્રત્યે પણ કર્મચારીઓ જાગૃત બને અને કોરોના સામે સુરક્ષિત રહી શકે તેવા ઉદેશયથી વાપીમાં આવેલ અવિક ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લીમીટેડ વાપી ખાતે H R એડમીન ડિપાર્ટમેન્ટ દ્વારા કંપની પરિસરમાં જ 120 કર્મચારીઓને કોરોના રસીનો ત્રીજા બુસ્ટર ડોઝ અપાવ્યો હતો.
કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને હચમચાવી મુક્યા બાદ હજુ પણ કોરોનાનો કહેર નાબૂદ થયો નથી. દેશભરમાં કોરોનાની રસી શોધાયા બાદ તેના 2 ડોઝ દરેક નાગરિકોને આપી દેવામાં આવ્યા છે. જ્યારે પ્રિકોશન માટે નો 3જો બુસ્ટર ડોઝ લેવામાં હજુ પણ કેટલાક નાગરિકો ઉદાસીનતા દાખવી રહ્યા છે. ત્યારે, વાપીમાં આવેલ અવિક ફાર્માસ્યુટિકલ નામની કંપનીના H R એડમીન ડિપાર્ટમેન્ટ દ્વારા કંપનીના કર્મચારીઓને સુરક્ષિત કરવા અનોખી પહેલ કરી હતી. કંપની સંચાલકો દ્વારા કંપની પરિસરમાં જ વલવાડા PHC ના મેડિકલ સ્ટાફને બોલાવી કંપનીમાં કામ કરતા 120 કર્મચારીઓને કોરોના વેકસીનનો 3જો ડોઝ અપાવ્યો હતો. કંપનીની આ પહેલથી કામદારોમાં ખુશીનું મોજું ફરી વળ્યું કે તેમની કંપની કામદારોની સુરક્ષા માટે પણ જાગૃત છે.

ઉલ્લેખનીય છે કે, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે નામના ધરાવતી અવિક ફાર્મા કંપની કોરોના કાળ દરમ્યાન પણ કોરોનાની તમામ સરકારી ગાઈડલાઈનનું પાલન કરી કાર્યરત રહી હતી.તે સમયે પણ કામદારોની સંપૂર્ણ સુરક્ષાની જવાબદારી ઉઠાવી કોરોના સામે રક્ષણ પૂરું પાડ્યું હતું.