રવિવારે વાપીમાં રોફેલ કોલેજ રોડ, રેમંડ સર્કલ નજીક આવેલ સોસાયટીઓ અને માર્ગ કિનારે આઝાદી કા અમૃત મોહત્સવ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી વાપી શહેર અને નોટિફાઇડ સંગઠન દ્વારા કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે 75 લીમડાના વૃક્ષોના વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
દેશ હાલ 75મો આઝાદી પર્વ મનાવી રહ્યો છે. ત્યારે, ગુજરાત ભાજપ દ્વારા 75 નમો વડવન બનાવવાનું આયોજન હાથ ધર્યું છે. સાથે જ વાપી જેવા શહેરોમાં 75 વડ પણ રોપવામાં આવી રહ્યા છે. ત્યારે વડની જેમ 75 લીમડાના વૃક્ષો વાવી તેને ઉછેરવાનો સંકલ્પ વાપી ભાજપે કર્યો છે.
આ સંકલ્પ અનુસંધાને પ્રદેશ/જિલ્લા/શહેર સંગઠન ના સૌ હોદ્દેદારો, નગરપાલિકાના સૌ ચૂંટાયેલા સભ્યો/ઉમેદવારો, શક્તિ કેન્દ્રના સંયોજકો/પ્રભારીઓ, સેલ/મોરચા/કારોબારીના સૌ સભ્યો, કાર્યકર્તાઓની હાજરીમાં રવિવારે વાપીમાં રોફેલ કોલેજ રોડ, રેમંડ સર્કલ નજીક આવેલ સોસાયટીઓ અને માર્ગ કિનારે આઝાદી કા અમૃત મોહત્સવ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી વાપી શહેર અને નોટિફાઇડ સંગઠન દ્વારા કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે 75 લીમડાના વૃક્ષોના વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
વરસતા વરસાદમાં નાણાપ્રધાન અને ભાજપના કાર્યકરો, સંગઠનના હોદ્દેદારોએ 75 લીમડાના વૃક્ષો વાવી તેની માવજતની જવાબદારીનો સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વાપીમાં ભાજપ સંગઠન, રોટરી જેવી સંસ્થાઓ, સ્થાનિક સોસાયટીઓ નાગરિકોની પહેલથી વર્ષ 2000થી વાપીના તમામ વિસ્તારમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. એટલે જ ગુજરાતની અન્ય GIDC માં જોવા મળતા વૃક્ષો અને હરિયાળી કરતા વાપીમાં વધુ વૃક્ષો અને હરિયાળી છે.
નાણાપ્રધાને હાલમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 75 વડવન સાથે 75 લીમડાના વૃક્ષો વાવી તેની માવજત ની જવાબદારી ભાજપ સંગઠને ઉપાડી છે. જે બદલ તમામને અભિનંદન પાઠવ્યા હતાં. વૃક્ષારોપણ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ વાપીના પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો, ઉપરાંત નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, શહેર-નોટફાઇડના પ્રમુખ સહિત પાલિકા સભ્યો, મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા