વાપીમાં આવેલ UPL કંપની ખાતે રોટરી કલબ ઓફ વાપી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સતત 12 વર્ષથી દર વર્ષની 1લી જુલાઈથી રોટરી ક્લબનું નવું વર્ષ શરૂ થાય છે. તે નિમિત્તે નવા પ્રમુખની વરણી સાથે UPL ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં UPL કંપનીના કર્મચારીઓ સ્વૈચ્છિક રક્તદાન કરે છે. શનિવારે 1લી જુલાઈએ આયોજિત રક્તદાન કેમ્પમાં 111 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.
1લી જુલાઈએ રોટરી કલબ ઓફ વાપીની નવા વર્ષની શરૂઆત તો, આ દિવસે વિશ્વભરમાં ડોકટર્સ ડે ની પણ ઉજવણી કરવામાં આવે છે. વાપી અને તેની આસપાસના વિસ્તારમાં દર વર્ષ લોહીની તાતી જરૂરિયાત ઉભી થતી હોય છે. એના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ વાપી દર વર્ષ લગભગ 1500 થી વધુ યુનિટ જેટલું blood એકત્ર કરવાનો લક્ષ્યાંક સેવે છે. કલબના આજના પ્રથમ દિવસે 111 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.
આ રક્તદાન કેમ્પ અંગે UPL કંપનીના યુનિટ હેડ દિનેશ પાટીલે જણાવ્યું હતું કે, UPL અને રોટરી પરિવાર દ્વારા દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. એ સાથે ડોકટર્સ ડે ની પણ ઉજવણી કરવામાં આવે છે. UPL કંપની માં આ દિવસે કર્મચારીઓ સ્વૈચ્છિક રક્તદાન કરી સમાજ પ્રત્યે પોતાનું કર્તવ્ય નિભાવે છે. કંપની દ્વારા કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ, પર્યાવરણ માટે જાગૃતિ કાર્યક્રમ, સલામતી અને સુરક્ષા માટે જરૂરી તાલીમ સહિતની સેવા પૂરી પાડવી એ UPL ની પ્રાથમિકતા રહી છે.
રોટરી કલબ ઓફ વાપીના પાસ્ટ પ્રેસિડેન્ટ્સ પ્રફુલ દેવાણીએ જણાવ્યું હતું કે, આજથી રોટરીનું નવું વર્ષ શરૂ થાય છે. જે નિમિત્તે UPL ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તે માટે 12 વર્ષથી અવિરત UPL નો સહયોગ મળતો રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ નવા પ્રેસિડેન્ટ્સ ની સેક્રેટરીની વરણી કરવામાં આવી છે. જેમાં આ વર્ષે બાળકોના એંજ્યુકેશન માટે, પર્યાવરણ માટે, આરોગ્ય માટે જરૂરી મદદ પુરી પાડવા ઉપરાંત વાપીમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવાની નેમ રાખી છે.
ઉલ્લેખનીય છે કે, રક્ત એ માનવ શરીરમાંથી જ મેળવી શકાય છે. જેથી દરેક વ્યક્તિએ ગભરાયા વિના રક્તનું દાન કરવું જોઈએ. રક્ત એ શરીરીમાં બનતી નિરંતર પ્રક્રિયા છે. દર 3 મહિને રક્તદાતા તેમનું રક્ત જરૂરિયાતમંદ વ્યક્તિને આપી શકે છે. શરીરમાં સતત રક્ત બનતું રહે તો તેમાંથી દરેક માનવીમાં પણ નવી ઉર્જા ઉત્પન્ન થતી રહે છે.