વલસાડ વિધાનસભાની ચૂંટણી -2022 ના પ્રચાર પ્રસાર માટે વલસાડ આવેલા અભિનેતા પરેશ રાવલે ભાજપના ઉમેદવાર ભરત પટેલ ના સમર્થન માં ગુંદલાવ કોચર ફળીયા ખાતે જંગી જાહેર સભા સંબોધી હતી. પરેશ રાવલ કોંગ્રેસના રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેઝરીવાલ પર આકરા પ્રહારો કરી મોદી સરકારના ભરપેટ વખાણ કર્યા હતાં.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પ્રદેશ મહામંત્રી અને દક્ષિણ ગુજરાતના પ્રભારી પ્રદીપસિંહ વાઘેલા વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારાજીની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ વિધાનસભાની ચૂંટણી -2022 ના પ્રચાર પ્રસાર ને ભારે જન સમર્થન મળી રહ્યું છે. જે અંતર્ગત હિન્દી ફીલ્મ જગતના પ્રસિધ્ધ અભિનેતા પરેશ રાવલે ભરત પટેલ ના સમર્થન માં ગુંદલાવ કોચર ફળીયા ખાતે જંગી જાહેર સભા સંબોધી હતી
જાહેર સભા સંબોધતા તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી તરીકે 2001 માં ચૂંટાયા ત્યાર થી 21 વર્ષ એમના અનુભવ વિશે જણાવયું હતું કે મહાત્મા ગાંધીજી પછી પહેલા વ્યક્તિ એવા નરેન્દ્ર મોદી છે જે લોકો ને પોતીકા લાગે છે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કોરોના જેવી વૈશ્વિક મહામારી સમયે દેશ ના તમામ નાગરિકોને નિઃશુલ્ક વેકસીન આપવાનું ભગરીથ કાર્ય કર્યું હતું, કોરોના કાળમાં થાળી વગાડવાનું કામ એ હેલ્થ સેકટરમાં કામ કરનારા તમામ લોકોનો ઉત્સાહ વધારવા નું અભિવાદન કર્યું હતું જેને પણ કેટલાક લોકો એ માત્ર ટીકા નું કારણ બનાવી પોતાનો રાજકીય રોટલો શેકતા હતા, દેશ વિદેશમાં પણ ભારત નું ગૌરવ વધારવાનું કામ કોઈ એ કર્યું હોય તો એ માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી એ કર્યું છે,
કોંગ્રેસ પર પ્રહાર કરતા એમણે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી અત્યારે ભારત જોડો યાત્રા કરવા નીકળ્યા છે જે માત્ર યાત્રામાં જ ચાલે પણ રાજકરણ માં ના ચાલે એવો કટાક્ષ કર્યો હતો, 26/11 ના મુંબઇ આતંકવાદી હુમલા ને કોંગ્રેસ એ હિન્દૂ ટેરર ગણાવ્યા હતા, સર્જીકલ સ્ટ્રાઈક સમયે દેશની આર્મી પાસે સબૂત માંગ્યા હતા આવી માનસિકતા ધરાવનાર લોકો થી ચેતવાનું જણાવાયું હતું, 370 ની કલમ, રામ મંદિર ના કામો ભાજપએ કર્યાં છે, કાશ્મીર માં 56 હજાર કરોડ નું રોકાણ આવી રહ્યું છે આ સાથે જ તેમણે મેહબુબા મુફ્તી પર પણ આકરા પ્રહારો કર્યાં હતા, બાબા કાશી વિશ્વનાથ ખાતે બનાવવામાં આવેલ કોરિડોર ના વખાણ કર્યા હતા,
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અનેક મુસ્લિમ દેશો સાથે આત્મીયતા ના સંબંધો કેળવી એકતા ની મિશાલ ઉભી કરી છે, કોંગ્રેસે મેલી રમતો રમવા સિવાય કોઈ કામ કર્યું નથી, પરેશ રાવલે જણાવ્યું હતું કે બધું મફત આપવાની લાલચ આપવાની વાત કરનારી પાર્ટી કદાચ એ ભૂલી ગઈ છે કે આ ગુજરાત છે જ્યાં ના લોકો પથ્થર તોડીને પાણી કાઢવાની ત્રેવડ રાખે છે, સદંતર ખોટાળો વ્યક્તિ છે જેણે પોતાના બાળકોની ખોટી કસમો ખાધી છે એવું અરવિંદ કેજરીવાલ માટે ઉમેર્યું હતું તેમજ ગોપાલ ઇટાલીયા ને પણ આડે હાથ લીધા હતા, આ સાથેજ તેમણે ભાજપ ના વલસાડ વિધાનસભા ના ઉમેદવાર ભરત પટેલ ને જંગી બહુમતી થી જીતાડવા અપીલ કરી હતી
આ તબક્કે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ઉષાબેન પટેલ, વલસાડ જિલ્લા ભાજપ ના મહામંત્રી કમલેશભાઈ પટેલ, વલસાડ જિલ્લા ચૂંટણી ના ઇન્ચાર્જ જયપ્રકાશ ઠાકુર, સહ પ્રભારી સમીર દિવાન, વલસાડ વિધાનસભા ના ઉમેદવાર ભરતભાઇ પટેલ, વલસાડ વિધાનસભા બેઠક ના ઇન્ચાર્જ પ્રકાશચંદ્ર, વલસાડ ભારતીય જનતા પાર્ટી ના ઉપપ્રમુખ જિતેશ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ, સભ્યો તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ, ગ્રામ પંચાયતના સભ્ય, હોદેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા