વલસાડ જિલ્લાના ઉમરગામ શહેરમાં જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીરની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી. ઉમરગામ શહેરમાં પ્રથમ વખત જૈન સમાજના ત્રણેય સંઘ દ્વારા એક સાથે આ ભવ્ય રથયાત્રા નું આયોજન કરી ભગવાન મહાવીરને નગર દર્શન કરાવ્યા હતાં.
3 દિવસની રથયાત્રા એક સાથે કાઢી જૈન સમાજે શણગારેલા ઊંટ ગાડી અને રથમાં ભગવાન મહાવીરના સંદેશની ઝાંખી રજૂ કરી હતી. જેમાં તપસ્વીઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં.
તપસ્વીઓએ જણાવ્યું હતું કે, દેવગુરુ અને વડીલોના આશીર્વાદથી આજે અઠ્ઠાઈ તપ પૂર્ણ થયું છે. જૈન ધર્મના વિશિષ્ઠ કર્તવ્ય રૂપે તપની આરાધના કરવાની તક મળી છે.
રથયાત્રામાં જૈન સમાજના અગ્રણી ગુરુઓ, સમાજના આગેવાનો, સાધ્વીઓ, સમાજની મહિલાઓ સહિત અબાલ વૃદ્ધ સૌ ઉમળકાભેર જોડાયા હતા અને જૈન શાસનનો જયજયકાર કર્યો હતો.