વર્ષ 2021માં વલસાડ જિલ્લામાં કાર્યરત 108 સેવાને 31000 થી વધુ ઈમરજન્સીના કોલ મળ્યા વલસાડ જિલ્લામાં કુલ 24 જેટલી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ કાર્યરત છે. જેને વર્ષ 2021 માં આશરે 31000 થી પણ વધુ ઈમરજન્સીના કોલ પ્રાપ્ત થયા હતા. જેમા 108 સેવાના કર્મચારીઓ દ્વારા દર્દીને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
કોરોના મહામારીના કપરા સમય દરમ્યાન પણ 108 સેવાના કર્મચારીઓની પ્રસંશનીય કામગીરી રહી છે અને કોરોનાના લક્ષણો ધરાવતા 1600 જેટલા દર્દીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વર્ષ 2021 મા 108 એમ્બ્યુલન્સમા સૌથી વધુ 9870 જેટલા પ્રસૃતીને લગતા કોલ નોંધાયેલ છે. જો આંકડાવાર માહિતી જોઈએ તો માર્ગ અકસ્માતના 4228 કોલ, પેટમા દુખાવાના 3712 કોલ, શ્વાસની તકલીફ ના 1860 કોલ, તાવના 1388 કોલ, હૃદય રોગને લગતા 686 કોલનો સમાવેશ થાય છે. હાલમા પણ 108 ઈમરજન્સી સેવા દ્વારા દરરોજના રાત્રે 90 જેટલા કેસોને પ્રતિસાદ આપવા માં આવી રહ્યા છે.
વલસાડ જિલ્લામાં કાર્યરત 24 જેટલી એમ્બ્યુલન્સમાં 110 જેટલા કર્મચારી હાલ કાર્યરત છે. જેઓ કોઈપણ ઈમરજન્સી કોલ મળતા તરત જ કોલ અનુસાર જરુરી તૈયારી કરી ઘટનાસ્થળ પર પહોંચી દર્દીની પરિસ્થિતિ ચકાસી કઠવાડા અમદાવાદ સ્થિત કોલ સેન્ટરના ડોક્ટર સાથે વાત કરી દર્દીના લક્ષણો જણાવી ડોક્ટરની સૂચના મુજબ જરૂરી સારવાર અને દવાઓ આપી હોસ્પિટલ ખસેડવામાં મદદરૂપ બને છે. આમ ગમે તેવા કપરા સંજોગો હોય તો પણ દર્દી ઓ પ્રત્યેની ફરજ ખૂબ જ નિષ્ઠાપૂર્વક બજાવી છે.