Friday, January 31News That Matters

વલસાડ જિલ્લા સ્વાગત-વ–ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 22 પૈકી 19 અરજદારોના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ

દર માસે યોજાતા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત ઓગસ્ટ- 2023નો સ્વાગત -વ- ફરિયાદ નિવારણ કાર્યક્રમ વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા અગ્રેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગત માસના 1 અરજદારનો પડતર પ્રશ્ન અને ચાલુ માસના 22 અરજદારોના પ્રશ્નો રજૂ થયા હતા. જે પૈકી 19 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો હતો.

આ કાર્યક્રમમાં મુખ્ય રજૂઆતોમાં જિલ્લાના નાગરિકો દ્વારા મુખ્યત્વે જમીન માપણી, અનઅધિકૃત બાંધકામ, છીરીના વલ્લભ નગરના રહેવાસીઓને રોડની સુવિધા, પારડીના ટુકવાડાના તળાવની માપણી, અંબાચ (પટેલ ફળિયું) પ્રાથમિક શાળા પાસે હળપતિવાસ થઈ રઘુજી ફળિયાને જોડતો 1200 મીટરનો રસ્તો બનાવવો, ઉમરગામના માલખેત, નગામ ડુંગરી ફળિયામાં બિનઅધિકૃત ખોદકામ, વર્ષ 2011-12માં બનેલા 6- લેન હાઈવેના જમીન વળતર ચૂકવવા બાબત, વાપી તાલુકામાં એમ.એસ.ડબલ્યુ. ડમ્પિંગ સાઈડ બનાવવી, રસ્તા પર ગેરકાયદે પાર્કિગ, પોલીસ ફરિયાદને લગતા પ્રશ્ન, 7/12 ના કોમ્પ્યુટરાઇઝડ રેકોર્ડમાં સુધારણા, જમીન નામે કરવા અંગેના, લગતા પ્રશ્નો રજૂ કરાયા હતા.

જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા અગ્રે અને જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાનીએ અરજદારોની ફરિયાદો અને રજૂઆતો શાંતિથી સાંભળી તેમના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર અનસુયા ઝા, વલસાડ પ્રાંત અધિકારી નિલેશ કુકડીયા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક એ. કે. વર્મા, વલસાડ પાલિકાના ચીફ ઓફિસર દશરથસિંગ ગોહિલ સહિત સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *