Friday, October 18News That Matters

પારડી બેઠક માટે હાથ ધરાયેલ સેન્સ પ્રક્રિયામાં કોંગ્રેસી કાર્યકર અને ઉદ્યોગોના ઉદ્યોગપતિઓ કનુભાઇના સમર્થનમાં ઉપસ્થિત રહ્યા

ગુરુવારે વલસાડ જિલ્લાની 5 બેઠકો પૈકી 3 બેઠકો એવી કપરાડા, પારડી અને ઉમરગામ માટે સેન્સ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચૂંટણીની ટિકિટ લેવાં ઇચ્છુક દાવેદારોનો રાફડો ફાટ્યો છે. રાજ્ય મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, પંચમહાલના પ્રભારી રાજેશ પટેલ અને ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલે નિરીક્ષક તરીકે વલસાડના વશિયર ખાતે શ્રી પાર્ટી પ્લોટમાં સવારથી સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી.
નિરીક્ષકો દ્વારા હાથ ધરાયેલ સેન્સ પ્રક્રિયા દરમ્યાન પારડી બેઠકમાં ધારાસભ્ય કનુભાઈ મોહનભાઇ દેસાઈના સમર્થનમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો તો ઠીક પણ વાપી GIDC ના ઉદ્યોગકારો અને ગત ટર્મમાં જેમણે કોંગ્રેસ તરફથી ઉમેદવારી કરી હતી તેવા ભરત પટેલ પણ કનુભાઈના સમર્થનમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.
સેન્સ પ્રક્રિયા દરમ્યાન સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોંગ્રેસી કાર્યકર કમ નેતા ભરત પટેલે નિરીક્ષકો સમક્ષ કનુભાઈ ને ટીકીટ મળે તેવી રજુઆત કરી હતી. તેમજ તેઓ પણ કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયા હોવાની વાત કહી હતી. કનુભાઈના સમર્થનમાં વાપી નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, નગરસેવકો, તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો, ગ્રામ પંચાયતના સરપંચ, સભ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ હાલમાં નાણાપ્રધાનનો કાર્યભાર સંભાળ્યા બાદ પારડી વિધાનસભા મતવિસ્તારમાં અનેક વિકાસના કામો થયા હોવાની રજુઆત કરી હતી. તો, ઉદ્યોગકારો પણ ફરી કનુભાઈ પારડી બેઠક પર ચૂંટણી લડે તે માટે સમર્થનમાં ઉપસ્થિત રહ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, પારડી બેઠક પર કનુભાઈ 2012 અને 2017ની એમ 2 વિધાનસભા ચુંટણી લડ્યા છે. અને ભવ્ય જીત મેળવી છે. જો કે તેમ છતાં આ બેઠક પર કનુભાઈ સહિત 13 જેટલા દાવેદારો એ દાવેદારી નોંધાવતા કાર્યકરો સાથે કેટલા સારા સંબંધો કેળવ્યા છે. તેના પર લોકોમાં પ્રશ્નાર્થ ઉભો થયો છે. જે કદાચ આવનારા દિવસોમાં ભાજપ માટે માથાનો દુખાવો બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *