વાપી નગરપાલિકાના સભાખંડમાં પાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી. પાલિકા પ્રમુખ પંકજ પટેલ, ઉપપ્રમુખ દેવલબેન દેસાઈ, ચીફ ઓફિસર કોમલબેન ઘીનૈયા ની અધ્યક્ષતામાં યોજાયેલ સભામાં પાલિકાની વિવિધ સમિતિના ચેરમેન, સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી. તેમજ કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી. આ દરમ્યાન વિપક્ષે પાલિકા વિસ્તારમાં બિસ્માર બનેલ માર્ગની ઉગ્ર રજુઆત કરી આગામી 15 દિવસમાં તમામ માર્ગ ની મરામત કરવામાં આવે જનતા સાથે પાલિકા પર મોરચા લઈને આવવાની ચીમકી ઉચ્ચારી હતી.પાલિકા સભા ખંડમાં યોજાયેલ સામાન્ય સભામાં વિપક્ષી નેતા ખંડુભાઈ પટેલે પાલિકાના ખરાબ રસ્તાઓ અંગે શાસક પક્ષ પર પસ્તાળ પાડી હતી. વિપક્ષી નેતાએ ઉગ્ર રજુઆત સાથે જણાવ્યું હતું કે વાપીના તમામ વોર્ડમાં રોડ ની ખરાબ સ્થિતિ છે. ખાડાવાળ માર્ગો ને લઈ જનતા પરેશાન છે. જેથી આગામી 15 દિવસમાં તમામ માર્ગ મરામત કરવામાં આવે છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલ રોડ ખરાબ થઈ ગયા છે. જેથી તેનો ભોગ આમ જનતા બનતી હોય તેઓને ટેક્સમાં રાહત આપવામાં આવે, માર્ગ બનાવનાર કોન્ટ્રકટરો સામે પગલાં લેવામાં આવે.જો કે સત્તાપક્ષે જનતા પોતાની સાથે હોવાનું જણાવી અને જે માર્ગ ખરાબ થયા છે. તે માર્ગ આગામી દિવસમાં સિમેન્ટ કોન્ક્રીટના બનાવવાના છે. એટલે તેના પર હાલ માત્ર પેચવર્ક ચાલુ હોવાનું જણાવી પાંચ વર્ષની અવધીવાળા રોડ સારા હોવાનો રાગ આલાપ્યો હતો. જો કે, જો કે વિપક્ષ ની ખાડાવાળા માર્ગોની રજૂઆતને વધુ પ્રાધાન્ય આપવાને બદલે સત્તાપક્ષે સામાન્ય સભામાં જે જે સમિતિના ચેરમેન ની નુમણુંક કરવાની હતી તે નિમણૂક કરી અન્ય કામોને બહાલી આપો, સફાઈ કર્મચારીઓનું સન્માન કરી સામાન્ય સભા પૂર્ણ કરી દીધી હતી.સત્તા પક્ષે રીતસરનો વિપક્ષનો અવાજ દબાવ્યો હોય તેવી પ્રતીતિ આ સામાન્ય સભામાં જોવા મળી હતી. સભામાં વાપી નગરપાલિકાના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં કાર્યવાહી નોંધની બહાલી આપવામાં આવી હતી. સને 2023- 24નો એપ્રિલ-23 થી માર્ચ 24 સુધીનો વાર્ષિક હિસાબ મંજુર કરવામાં આવ્યો હતો. વાપી નગરપાલિકા હસ્તકનું પદ્મભૂષણ શ્રી રજજુભાઇ શ્રોફ ઓડિટોરિયમ ના સંચાલન માટે એક્સપ્રેસ ઓફ ઈન્ટરેસ્ટની જાહેરાત બહાર પાડી ઓફરો મંગાવવાની મંજૂરી અપાઈ હતી. કરાર આધારીત કર્મચારીઓના કરવામાં આવેલ કરાર રીન્યુને બહાલી આપવામાં આવી હતી. વાપી નગરપાલિકાના કચેરીનાં બાંધકામ માટે જગ્યા નકકી કરવા બાબતની ચર્ચા કરાઇ હતી.સામાન્ય સભામાં વાપી નગરપાલિકાની વિવિધ સમિતિઓમાં ચેરમનો, સભ્યો ની નિમણૂક કરતી જાહેરાત કરાઇ હતી. જેમાં કારોબારી સમિતિમાં મનોજભાઇ લાલજીભાઈ પટેલને ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતાં. આરોગ્ય સમિતિના ચેરમેન નેહલબેન મનીષભાઈ નાયક, વોટર વર્કસ કંટ્રોલિંગ સમિતિમાં ચેરમેન તરીકે કુંજલ સુભાષચંદ્ર શાહ, ફાયર એન્ડ લાઈટ સમિતિમાં ચેરમેન તરીકે ઇન્દુબેન જેંતીલાલ પટેલ, ટાઉન પ્લાનિંગ એન્ડ સીટી ઇમ્પ્રુવમેન્ટ સમિતિમાં ચેરમેન તરીકે અર્ચનાબેન બંકિમભાઈ દેસાઈ, ડ્રેનેજ સમિતિમાં ચેરમેન તરીકે દિવ્યેશકુમાર રણજીતભાઈ પટેલ, કાયદા સમિતિમાં જ્યોત્સનાબેન દિલીપભાઈ પાટીલ, એસ્ટાબ્લિશમેન્ટ સમિતિમાં ચેરમેન તરીકે અપેક્ષાબેન બિમલકુમાર શાહ, જાહેર બાંધકામ સમિતિમાં મુકુન્દાબેન દિલીપભાઈ પટેલ, બ્યુટીફિકેશન એન્ડ એન્વાયર્નમેન્ટ સમિતિમાં જશોદાબેન રાકેશભાઈ પટેલ, સમાજ કલ્યાણ સમિતિમાં મનિષાબેન અજીતભાઈ મહેતા તેમજ અન્ય સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી જ્યારે શાસક પક્ષના નેતા તરીકે ધર્મેશકુમાર વેસ્તાભાઈ પટેલ અને દંડક તરીકે મંગેશભાઈ ગુલાભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે નગરપાલિકા ની આ તમામ સમિતિઓમાં નો રિપીટની થીયરી અમલી બનાવી મહિલા સભ્યોને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.